Sun Transit May 2021 સૂર્યનું રાશિ પરિવર્તન 14 મે 2021 ના રોજ થશે. સૂર્ય વૃષભમાં સ્થાનાંતર કરશે. આ સૂર્ય પરિવર્તનનો આ દિવસ વૃષભ સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે અક્ષય તૃતીયા સાથે પરશુરામ જયંતિ પણ છે. વૃષભ સંક્રાંતિના દિવસે સુકર્મ અને ધૃતી યોગની રચના થઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગોને શુભ યોગ ગણાય છે. આ દરમિયાન શુભ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. સૂર્યની રાશિના રાશિમાં પરિવર્તન 4 રાશિ માટે ખૂબ જ લાભકારી છે. જ્યોતિષ મુજબ આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધાર સાથે લવ લાઇફમાં પણ સુધારો થશે. જાણો આ 4 ભાગ્યશાળી રાશિના જાતકો વિશે..
1. વૃષભ- વૃષભ રાશિના જાતકો માટે આ સમય શાનદાર રહેવાનો છે. સૂર્યનો રાશિ પરિવર્તન તમારા માટે ઘણા શુભ પરિણામો લાવશે. લવ લાઈફ પહેલા કરતા સારી રહેશે. માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળશે. આ દરમિયાન તમે નવા વાહનની ખરીદી કરી શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
2. સિંહ - સૂર્યનુ રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ સમય દરમિયાન, નોકરીમાં પ્રમોશન થવાની સંભાવનાઓ પણ બની શકે છે. ધંધામાં લાભ સાબિત થઈ શકે છે. યાત્રા દરમિયાન લાભ થશે. માતા-પિતાની તબિયત સારી રહેશે. રાશિ પરિવર્તન સમયે કોઈ નવું વાહન ખરીદી શકો છો. આ સમય તમારા માટે સારો સાબિત થશે.
3. ધનુ રાશિ - સૂર્યનુ રાશિ પરિવર્તન થવુ તમારા માટે શુભ પરિણામ લાવશે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમને કર્જમાંથી મુક્તિ મળશે. પરિણિત વ્યક્તિઓને સારા સમાચાર મળી શકે છે. વેપારીઓને પૈસામાં લાભ થશે. કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે. નોકરી બદલવા માટે આ સમય ઉત્તમ છે.
4.મીન - માતાપિતાનો સહયોગ મળશે. નોકરીમાં ટ્રાંસફર સાથે પ્રમોશન પણ થશે. વેપારીઓને પૈસામાં લાભ થઈ શકે છે. લવ લાઈફ માટે આ સમય ઉત્તમ સાબિત થશે.
5 રાશિઓ માટે સૂર્યનુ રાશિ પરિવર્તન ઠીક નહી રહે
વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે સૂર્યનુ રાશિ પરિવર્તન મુશ્કેલીઓ વધારી શકે છે. કોઈપણ કાર્યમાં સખત મહેનત કરવી પડશે, પરંતુ
અપેક્ષા મુજબ તમને સફળતા મળશે નહીં. માનસિક તાણ રહેશે અને જેને કારણે એકાગ્રતાને બની શકશે નહીં. નુકસાનથી બચવા માટે નિષ્ણાતોની સલાહ લો સાવચેત રહો.
3 રાશિઓ માટે સામાન્ય રહેશે આ સમય
મેષ, કન્યા અને મકર રાશિના લોકો માટે વૃષભ રાશિના જાતકોને સૂર્ય સામાન્ય પરિણામ આપશે. સૂર્યને કારણે આ લોકોના જીવનમાં ખાસ મોટા ફેરફારો થશે નહીં. તમે જેટલું વધારે કામ કરશો, એટલો જ જ ફાયદા તમને પ્રાપ્ત થશે. બેદરકાર ન રહો, નહીં તો નુકસાન થઈ શકે છે.