યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અપરિણીત મહિલાઓ માટે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને નૌ સૈના એકેડમી પરીક્ષા માટે અરજી કરવાની અનુમતિ આપી છે. આ પગલુ ગયા મહિને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉઠાવવામાં આવ્યુ. કોર્ટના અંતિમ આદેશ હાથ ધરવામાં યૂપીએસસીએ આ પરીક્ષા માટે upsconline.nic.in પર અરજી ખોલવાનો નિર્ણય કર્યો છે.
તેમાં કહેવામાં આવ્યુ છે કે શારીરિક માનકો અને મહિલા ઉમેદવારો માટે ખાલી જગ્યાઓની સંખ્યા રક્ષા મંત્રાલય તરફથી પ્રાપ્ત થયા બાદ સૂચિત કરવામાં આવશે. યુપીએસસી દ્વારા રજુ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 24 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર (સાંજે 6 વાગ્યા સુધી) મહિલા ઉમેદવારો માટે અરજી વિન્ડો ખુલ્લી રહેશે.
ફી ની ચુકવણી નહી
કોઈ પણ અરજી નક્કી કરવામાં આવેલ અંતિમ એટલે કે 8 ઓક્ટોબર 2021 (સાંજે 6 વાગ્યા સુધી) પછી સ્વીકારવામાં આવશે નહીં. આ પરીક્ષા માટે અરજી કરવા માટે મહિલા ઉમેદવારોએ ફી ભરવાની જરૂર નથી.
14 નવેમ્બરના રોજ થશે પરીક્ષા
એક અધિકારીએ જણાવ્યું કે પરીક્ષા 14 નવેમ્બરે યોજાવાની છે. નેશનલ ડિફેન્સ એકેડેમી અને નૌસેના એકેડેમી પરીક્ષા, 2021 માં મહિલા ઉમેદવારોનો પ્રવેશ કામચલાઉ અને અદાલતમાં પેન્ડિંગ રિટ પિટિશનના અંતિમ પરિણામને આધિન અથવા આવા અન્ય આદેશને આધિન રહેશે.