Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ONGC Recruitment 2022: ONGCમાં 800 થી વધુ જગ્યાઓ માટે ભરતી, 1.5 લાખથી વધુ પગાર મળશે, અહીં કરો અરજી

ONGC Recruitment 2022: ONGCમાં 800 થી વધુ જગ્યાઓ માટે ભરતી, 1.5 લાખથી વધુ પગાર મળશે, અહીં કરો અરજી
, સોમવાર, 10 ઑક્ટોબર 2022 (08:50 IST)
Sarkari Naukri: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) લિમિટેડે મદદનીશ કાર્યકારી ઈજનેર, કેમિસ્ટ (ONGC Recruitment 2022) જેવી વિવિધ જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી દ્વારા કુલ 871 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. GATE 2022 માં સફળ ઉમેદવારો કે જેઓ રસ ધરાવતા અને ભરતી માટે લાયકાત ધરાવતા હોય (ONGC Graduate Trainee Vacancy 2022) સત્તાવાર વેબસાઇટ recruitment.ongc.co.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે. અરજી ફોર્મ ભરતા પહેલા કૃપા કરીને ભરતી વિગતો વાંચો.
 
મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઇન અરજીની તારીખ - 22 સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ - 12 ઓક્ટોબર 2022
 
વય મર્યાદા
આ જગ્યાઓ માટે 40 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો જ અરજી કરી શકે છે.
 
શૈક્ષણિક લાયકાત
અરજી કરનારા ઉમેદવારો પાસે સિવિલ/મિકેનિકલ વગેરેમાં BE, BTech, ME, MTech, MSc ડિગ્રી હોવી આવશ્યક છે. દરેક પોસ્ટ માટે અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. અરજી કરતા પહેલા, કૃપા કરીને નીચે આપેલ લિંક પર ક્લિક કરીને સૂચના વાંચો.
 
સેલેરી
આ પદો પર પસંદગી પામનારા ઉમેદવારોને રૂ. 60,000 થી રૂ. 1,80,000 સુધીનો પગાર આપવામાં આવશે.
 
અરજી ફી
જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 300 ચૂકવવાના રહેશે. જ્યારે, SC, ST કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
 
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી seleડોક્યુમેન્ટ ચકાસણી દ્વારા કરવામાં આવશે.
 
ક્યાં કરવી અરજી 
આ પોસ્ટ્સ માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો માટેની વેબસાઇટ recruitment.ongc.co.in પર જવુ પડશે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેનેજુએલામાં લેંડસ્લાઈડના કારણે 25ની મોત, 52 ગુમ, ઉપરાષ્ટ્રપતિ બોલ્યા- 8 કલાકમાં થઈ મહીના ભરની વરસાદ