Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NEET Important Notice 2024: નીટના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, નવી નોટિસ રજુ કરવામાં આવી

NEET Important Notice 2024: નીટના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, નવી નોટિસ રજુ કરવામાં આવી
, શનિવાર, 8 જૂન 2024 (14:11 IST)
નીટની પરીક્ષા 5 મે 2024ના રોજ આયોજીત કરવામાં આવી હતી. હએ આ પરિક્ષાનુ પરિણામ પણ આવી ગયુ છે. પણ વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે. જેને જોતા તેનુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છે. 
 
તમારી જાણકારી માટે બતાવી દઈએ કે  નેશનલ ટેસ્ટિંગ એજંસીએ  નીટના પરિણામને લઈને અને કટ ઓફ માર્ક્સને લઈને કેટલીક વાતોનુ સ્પષ્ટીકરણ કરવુ જરૂરી સમજ્યુ છે. આ રીતે એક ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ રજુ કરીને બધા વિદ્યાર્થીઓને ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યુ છે. 
 
જો તમે પણ NEET પરીક્ષા આપી હોય, તો તમારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જારી કરવામાં આવેલી આ નોટિસ પણ ડાઉનલોડ કરવી પડશે કારણ કે તેમાં આપવામાં આવેલી માહિતી તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે. આજના લેખમાં, અમે તમને આ સંબંધિત માહિતી આપવા જઈ રહ્યા છીએ, તેથી અમારા લેખને કાળજીપૂર્વક અને વિગતવાર વાંચો.
 
NEET કટ ઓફ ને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી
NEETની કટ ઓફ લિસ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો વધી ગયો હતો કારણ કે ઘણા વિદ્યાર્થીઓએ સમાન માર્ક્સ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉમેદવારોએ પંજાબ, હરિયાણા, દિલ્હી અને છત્તીસગઢની હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી, જેમાં કેટલાક એક્ઝામીનેશન સેંટર પર પરિક્ષાના દિવસે સમયનુ નુકશાન થવાની વાત કહેવામાં આવી છે.  
 
તેથી આ ફરિયાદો પર ખૂબ ઊંડાણ અને સાવધાની પૂર્વક વિચાર કરવાની જરૂર હતી.  તેથી, NEET પરીક્ષાના જાણીતા નિષ્ણાતો સાથે એક નિવારણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ રીતે ફરિયાદ નિવારણ સમિતિએ તમામ હકીકતોની ઊંડાણપૂર્વક તપાસ કરવાનું કામ શરૂ કર્યું.
 
વિદ્યાર્થીઓને આપવામાં આવ્યુ વળતર 
જ્યારે નિવારણ સમિતિની રચના કરવામાં આવી ત્યારે સંબંધિત પરીક્ષા કેન્દ્રોના તમામ સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ જોયા બાદ સમિતિને જાણવા મળ્યું કે ઉમેદવારોનો સમય બગડ્યો હતો. આ રીતે આવા ઉમેદવારોને વળતર તરીકે માર્ક્સ આપવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોના-ચાંદીના ભાવ ગબડ્યા, 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિમંત આજે રૂ.2080 ઘટીને રૂ.71,670 થઈ ગઈ