ફૈજાબાદ લોકસભા સીટ પર ઈંડિયા ગઠબંધનની જીત નોંધાઈ છે. અહી સપાના અવધેશ પ્રસાદે લલ્લુ સિંહને હરાવ્યા છે. લલ્લુ 2014થી આ સીટ પર સાંસદ હતા. બીજેપીની હાર અને સપાની જીત પર જાણો શુ બોલ્યા અયોધ્યાના લોકો ?
એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા એક સ્થાનીકે જણાવ્યુ કે અહીન વેપારી ઘણા સમયથી પરેશાન છે કોઈ સાંભળનારુ નથી. રામ મંદિર પાસે રામ પથમાં અનેક દુકાનદારોએ પોતાની દુકાન ગુમાવી જ્યારબાદ તેમને વળતર તો મળ્યુ પણ તેઓ ખુશ નથી. તેમનુ કહેવુ છે કે વળતર પુરતુ નથી
વેપારીઓએ જણાવ્યું હતું કે તેમની પાસે લાંબા સમયથી કોઈ રોજગાર નથી અને ભટકી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ સાંસદ પાસે પણ ગયા હતા. પરંતુ સાંસદ લલ્લુ સિંહે કહ્યું કે વેપારીઓના વોટની જરૂર નથી.
એક વેપારી નેતાએ જણાવ્યું કે લગભગ 1500 વેપારીઓએ 'રામ પથ' પર તેમની દુકાનો ગુમાવી દીધી છે. ભાજપ સરકારે કહ્યું હતું કે જેમણે પોતાની દુકાનો ગુમાવી છે તેમને વિસ્થાપિત કરીને દુકાનો આપવામાં આવશે. પરંતુ આવું ન થયું. તેથી જ આવું પરિણામ આવ્યું છે.
સ્થાનીક વેપારીએ કહ્યુ કે અહી બાપદાદાની દુકાન હતી અને ચોથી પેઢી કામ કરી રહી હતી. પણ તેમણે સમજ્યા વિચાર્યા વગર દુકાન હટાવી દીધી.
વેપારીઓએ કહ્યુ કે ખૂબ ઓછુ વળતર આપીને સૌને હટાવી દીધા તેથી લોકોએ બીજેપીને સબક શીખવાડી દીધો.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો શ્રેય ભાજપ લેતી આવી છે અને 2014થી ભાજપના લલ્લુ સિંહ પણ બે વખત ફૈઝાબાદથી સાંસદ બની ચૂક્યા છે. આ વખતે પણ ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. પરંતુ આ વખતે લોકોએ આ સીટ સપાને આપીને ભાજપને મોટો ફટકો આપ્યો છે.
ભાજપના સ્થાનિક નેતાઓથી લઈને હાઈકમાન્ડ પણ તે અસર સમજી શક્યા નહીં. અહીંના ભાજપના નેતાઓ મોદીને સારું મેનેજમેન્ટ બતાવતા રહ્યા. પણ અંદર કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. ઉમેદવારો ફાઈનલ થતાની સાથે જ વિરોધની આ ચિનગારી શરૂ થઈ ગઈ.
ગામમાં ભાજપને ઓછા વોટ મળ્યા છે. શહેરની જનતાએ મતદાન કર્યું છે. તેનું કારણ અધિકારીઓની તાનાશાહી અને સાંસદોની ઉદાસીનતા રહી છે. અધિકારીઓને લાગે છે કે તેઓ મુખ્યમંત્રીના સીધા સંપર્કમાં છે. લોકોની સમસ્યા પણ સાંભળતા નથી. ગામના લોકો વધુ ચિંતિત છે. ગામડાના લોકોના વોટ સપાને જ ગયા હશે.
तिन्हहि सोहाइ न अवध बधावा। चोरहि चंदिनि राति न भावा, અયોધ્યાવાસીઓ કોઈના સગા નથી. અહીં ઉમેદવાર સામે નકારાત્મકતા ફેલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે ભાજપના આઉટગોઇંગ સાંસદ લલ્લુ સિંહને 50 હજારથી વધુ વોટથી હરાવ્યા છે.