Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Apple iPhone 13 સીરીઝ થઈ લોન્ચ, શાનદાર સુવિધાઓથી સજ્જ છે કંપનીનો નવો 5G સ્માર્ટફોન

Apple iPhone 13 સીરીઝ થઈ લોન્ચ, શાનદાર સુવિધાઓથી સજ્જ છે કંપનીનો નવો 5G સ્માર્ટફોન
, બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (00:56 IST)
apple-iphone-13
Appleએ પોતાની iPhone 13 Series ને લોન્ચ કરી દીધી છે. આ સીરીઝ હેઠળ ચાર સ્માર્ટફોન-iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone Pro Max ને લોન્ચ કરવામાં આવ્યો છે. આઈફોન 13 સઈરીઝને કં[પનીએ એક વર્ચુઅલ ઈવેંટમાં લૉન્ચ કર્યો. આઈફોન 13 સીરીઝની શરૂઆતની કિમંત 699 ડોલર (લગભગ 51,400 રૂપિયા) છે.  નવો આઈફોન ચાર કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તેમા કંપની લેટેસ્ટ A15બાયોનિક ચિપસેટ ઓફર કરી રહી છે. ખાસ વાત એ છે કે લેટેસ્ટ આઈફોન્સમાં કંપની 5G કનેક્ટિવિટી ઓફર કરી રહી છે. આવો ડીટેલમાં જાણીએ તેના ફિચર અને સ્પેસિફિકેશન્સ વિશે. 
webdunia
આઈફોન 13 અને આઈફોન 13 મિનીના ફીચર અને સ્પેસિફિકેશન 
 
આઇફોન 13 માં કંપની  6.1 ઇંચની ડિસ્પ્લે ઓફર કરી રહી છે. સાથે જ આઇફોન 13 મીનીમાં 5.4 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. બંને સ્માર્ટફોનનું ડિસ્પ્લે OLED પેનલવાળુ છે. ફોનની બોડી એલ્યુમિનિયમની છે, જે તેના લુકને ખૂબ જ ખાસ બનાવે છે. સ્માર્ટફોનને કંપનીએ 128 જીબી, 256 જીબી અને 512 જીબી વેરિએન્ટમાં લોન્ચ કર્યા છે.
webdunia
પ્રોસેસરની વાત કરીએ તો તેમાં એપલની લેટેસ્ટ A15 બાયોનિક ચિપસેટ ઓફર કરવામાં આવી રહી છે. કંપનીનો દાવો છે કે આઇફોન 13માં કોઈપણ સ્માર્ટફોનમાં મળનારા સૌથી ઝડપી CPU આપવામાં આવ્યું છે. iPhone 13 અને 13 મિનીમાં તમને આઇફોન 12ની સરખામણીમાં થોડી પાતળી ફેસ આઈડી નોચ જોવા મળશે.
 
ફોટોગ્રાફી માટે, બંને સ્માર્ટફોનમાં LED ફ્લેશ સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 12 મેગાપિક્સલના વાઈડ કેમેરા સાથે એક  12 મેગાપિક્સલનો ટ્રુ ડેપ્થ કેમેરા સિસ્ટમ આપવામાં આવ્યો છે. બેટરીની વાત કરવામાં આવે તો આઇફોન મીનીમાં કંપનીએ આઈફોન 12 મીનીના મુકાબલે 1.5 કલાક વધુ બેટરી લાઇફ ઓફર કરી રહી છે. સાથે જ આઇફોન 13 માં, કંપની આઇફોન 12 કરતા 2.5 કલાક વધુ બેટરી લાઇફ ઓફર કરી રહી છે
webdunia
આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સના ફીચર્સ અને સ્પેસિફિકેશન 
 
આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સ iOS 15 આઉટ ઓફ ધ બોક્સ પર કામ કરે છે. કંપનીએ પ્રો વેરિએન્ટની પ્રારંભિક કિંમત $ 999 (73,500 રૂપિયા) અને પ્રો મેક્સ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત $ 1,099 (લગભગ 90 હજાર રૂપિયા) નક્કી કરી છે. આઇફોન 13 ના પ્રો વેરિએન્ટમાં કંપની 128 જીબી અને  512 જીબી સાથે 1TB ઇન્ટરનલ સ્ટોરેજ સાથેનું વેરિએન્ટ પણ ઓફર કરી રહી છે.
 
પ્રોસેસરની વાત કરીએ તો A15 બાયોનિક ચિપસેટ પ્રો અને પ્રો મેક્સ વેરિએન્ટમાં પણ આપવામાં આવી રહી છે. કંપનીનો દાવો છે કે આ ચિપસેટ અગાઉના iPhones ની સરખામણીમાં 50 ટકા સારી ગ્રાફિક્સ કામગીરી આપે છે. સ્માર્ટફોનમાં મળનારુ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
 
કેમેરા  સ્પેસિફિકેશનની વાત કરીએ તો, એપલ આઇફોન 13 પ્રો અને પ્રો મેક્સમાં 12-મેગાપિક્સલ 3x ઓપ્ટિકલ ઝૂમ ટેલિફોટો લેન્સ સાથે એક અલ્ટ્રા વાઇડ-એંગલ કેમેરા ઓફર કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટફોનમાં શાનદાર વીડિયો શૂટ કરવા માટે સિનેમેટિક મોડ પણ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ફોનના ફ્રન્ટ કેમેરા પણ સિનેમેટિક મોડ સાથે આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રીલંકાના દિગ્ગજ બોલર લસિથ મલિંગાએ ટી-20 ક્રિક્રેટમાંથી લીધો સંન્યાસ, તો આવુ હતુ જસપ્રીત બુમરાહનુ રિએક્શન