Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોનીની કપ્તાની હેઠળ દીપક ચહરે રચ્યો ઈતિહાસ, આઈપીએલના 12 વર્ષમાં કોઈ ન કરી શક્યુ આ કારનામુ

ધોનીની કપ્તાની હેઠળ દીપક ચહરે રચ્યો ઈતિહાસ, આઈપીએલના 12 વર્ષમાં કોઈ ન કરી શક્યુ આ કારનામુ
, બુધવાર, 10 એપ્રિલ 2019 (17:43 IST)
ગયા વર્ષના આઈપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ એકવાર ફરીથી પોતાનો ખિતાબને ડિફેંડ કરવા માટે તૈયાર છે.  અત્યાર સુધી રમાયેલ 6 મુકાબલામાંથી ચેન્નઈએ 5  જીત્યા છે અને એક હાર્યા છે. હાલ ધોનીની કપ્તાનીવાળી સીએસકે પોઈંટ્સ ટેબલમાં ટોપ પર છે.  મંગળવારે કલકત્તા નાઈટ રાઈડર્સના વિરુદ્ધ એક મુકાબલામાં ચેન્નઈએ સસત  વિકેટથી સહેલી જીત મેળવી. ટૉસ જીતીને પહેલા બોલિંગ કરતા ચેન્નઈના કેકેઆરની વિસ્ફોટક બેટ્સમેનને રન બનાવવાની તક નથી આપી. 
 
ચેન્નઈની તરફથી તેજ બોલિંગ દીપક ચહરે પોતાના ચાર ઓવરના સ્પૈલમાં 20 રન આપીને 3 મોટા વિકેટ પોતાનુ નામ કર્યુ. પણ આ દરમિયાન તેમને એક એવો રેકોર્ડ પોતાના નામ કરી લીધો જે આજ સુધી આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં કોઈ ન કરી શક્યુ. ઉલ્લેખનીય છે કે ચાહર કલકત્તા વિરુદ્ધ મેચમાં ટૂર્નામેંટના ઈતિહાસમાં એક 
 
દાવમાં સર્વાધિક ડૉટ બોલ નાખવાના બોલર બની ગયા. દીપક ચહલે પોતાની 24માંથી 20 બોલ ડૉટ નાખી. અન્ય ચાર બોલ પર બે ચોક્કા અને એક છક્કો પડ્યો. તેમની એક 
 
બોલ પર ઓવર થ્રો નો ચોક્કો ગયો. જેના પર પાંચ રન આવ્યા. આ દરમિયાન એક બોલ વાઈડ નાખી. 
 
જો કે મેચ પછી કેકેઆર વિરુદ્ધ 20 રન આપીને ત્રણ વિકેટ લેનારા ચાહલે મેચ પછી સંવાદદાતા સંમેલનમાં કહ્યુ, "મને ખુશી છે કે મે સારુ પ્રદર્શન કર્યુ પણ ચોક્કસ રૂપે અમે 
 
સારી વિકેટ ઈચ્છતા પણ ચોક્ક્સ રૂપે અમે સારી વિકેટ ઈચ્છતા હતા.  તેમને કહ્યુ, કોઈપણ આ પ્રકારની વિકેટ નથી માંગતુ. આ માટી અને ગરમીને કારણે થઈ રહ્યુ છે. અહી 
 
ખૂબ ગરમે એછે. પિચ ક્યૂરેટર અમને સારી વિકેટ આપવા માટે  પોતાની તરફથી સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યુ છે. પણ છેવટે તમે તેમા કશુ નથી કરી શકતા. 
 
મેચ પછી ચહરે કહ્યુ, હુ જાણતો હતો કે અમે ચેન્નઈમાં ઘણા બધા મુકાબલા રમીશુ તેથી મે સ્લોઅર બૉલ અને યોર્કર પર કામ કર્યુ. ચહરે કહ્યુ, "હુ ડ્રેસિંગ રૂમમાં ધોની સાથે ખૂબ સમય વિતાવુ છુ અને ટેબલ ટેનિસ રમતા સમયે તેમની પાસેથી ઘણુ બધુ સીખુ છુ.  ચેન્નઈની ટીમ હાલ 10 અંક સાથે પોઈંટ ટેબલમાં પહેલા સ્થાન પર છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નરેન્દ્ર મોદીની સોનગઢમાં જાહેરસભા, 'કૉંગ્રેસના રાજમાં આતંકવાદ જન્મ્યો અને વકર્યો'