ગોંડલમાં શિક્ષણના અધિકાર હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા વાલીઓ દ્વારા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપ્યાના બે દિવસ બાદ વાલીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નાના બાળકો પણ સાથે જોડાયા છે. તેમજ બાળકોના હાથમાં 'મારે ભણવું છે, મને ભણાવો', 'મને ન્યાય આપો' અને 'મારું ભવિષ્ય તમારા હાથમાં છે ' જેવા સૂત્રો લખેલા બેનર જોવા મળ્યા હતા.
ગોંડલ શહેરમાં રહેતા 57 જેટલા વાલીઓ દ્વારા આર.ટી.ઈ. હેઠળ સેન્ટમેરી સ્કૂલમાં પોતાના સંતાનો માટે એપ્લિકેશન કરવામાં આવી હતી. પરંતુ ગોંડલ સેન્ટમેરી સ્કૂલ દ્વારા એડમિશનની પાડી દેવામાં આવતા વાલી વર્તુળ દ્વિધામાં મુકાયો હતો, જેને પગલે આજે યોગ્ય પ્રત્યુત્તર ન મળતા 57 વાલીઓ દ્વારા પોતાના બાળકોને સાથે રાખી આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. જો 57 બાળકોનું ભવિષ્ય બગડશે તો તેની જવાબદારી જે-તે તંત્રની રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું.