Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચોમાસામાં કપડામાંથી દુર્ગધ દૂર કરવી છે, તો અપનાવો આ 8 ટિપ્સ

ચોમાસામાં કપડામાંથી દુર્ગધ દૂર કરવી છે, તો અપનાવો આ 8 ટિપ્સ
, શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (01:32 IST)
ચોમાસાની ઋતુમાં મોટેભાગે ભેજને કારણે કપડામાંથી દુર્ગંધ આવવા માંડે છે. અનેકવાર તો કપડા પર સફેદ દગ પણ પડી જાય છે. જે ખૂબ જ ખરાબ લાગે છે. આવામાં કપડાને પહેરવાની ઈચ્છા પન થતી નથી પણ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે જે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરશે.  જો તમે પણ માનસૂન સીઝનમાં કપડામાંથી આવતી દુર્ગંધને લીધે પરેશાન છો તો આ ટિપ્સની મદદથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. 
 
ચોમાસામાં કપડામાંથી આવતી વાસને દૂર કરવા માટેની ટિપ્સ 
 
1. તિજોરીમાં કપડા મુકતા પહેલા તેને સ્વચ્છ કપડાથી સારી રીતે સાફ કરો. ત્યારબાદ કપૂરના પાણીથી તિજોરીને સ્વચ્છ કરો અને સૂકાવવા માટે છોડી દો. અલમારી સૂકાયા પછી તેમા કપડા મુકી દો. આવુ કરવાથી કપડામાં ભેજની વાસ નહી આવે. 
 
2. ચોમાસાની ઋતુમાં તાપમાં ન નીકળવાને કારણે કપડા સારી રીતે સુકાતા નથી. જેને કારણે તેમાથી દુર્ગંધ આવવા માંડે છે. આવામાં તમે કપડાને ધોતા પહેલા સારી રીતે નીચોવી લો. ત્યારબાદ સૂકવા માટે નાખો અને સારી રીતે હવામાં ટાંગો. 
 
3. મોંધા અને કિમતી કપડાને તિજોરીમાં મુકતા પહેલા વૈક્સ પેપર કે પ્લાસ્ટિક પેપરમાં લપેટીને મુકી દો. આવુ કરવાથી કપડા તિજોરીના સંપર્કમાં નહી આવે અને ખરાબ થતા બચી જશે. 
 
4. ઘણીવાર કપડા ઠંડા-ભીના હોય છતા પણ તેને કબાટમાં મુકી દેવામાં આવે છે પણ તેનાથી કપડામાંથી દુર્ગંધ આવવા માંડે છે.  તેથી કપડાને સારી રીતે સૂકાયા પછી જ કબાટમાં મુકો. 
 
5. અઠવાડિયામાં એકવાર કબાટને જરૂર સાફ કરો. તેનાથી હવા કબાટમાં જશે અને ભેજની સમસ્યા નહી થાય. 
 
6. કપડાની દુર્ગંધ દૂર કરવા માટે તમે કબાટમાં નેપ્થાલીનની ગોળીઓ પણ મુકી શકો છો. તેનો ઉપયોગ કપડામાં આવનારી દુર્ગંધને દૂર રાખે છે. 
 
7. તમે કપડાને પ્લાસ્ટિક બેગને બદલે છાપામાં લપેટીને પણ મુકી શકો છો. આ ઉપરાંત અઠવાડિયામાં એકવાર કપડાને તાપમાં જરૂર મુકો. 
 
8. રસોઈમાં વપરાતો બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવે છે. આ માટે તમે કપડા ધોતી વખતે તેમા થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહી આવે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Eye Liner- બિગનર્સ માટે આઈલાઈનર લગાવવાના અમેજિંગ ટિપ્સ એંડ ટ્રીક્સ