Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાને કેસમાં સતત ત્રીજા દિવસે 14 હજારને પાર, 173 લોકોના મોત

કોરોનાને કેસમાં સતત ત્રીજા દિવસે 14 હજારને પાર, 173 લોકોના મોત
, શુક્રવાર, 30 એપ્રિલ 2021 (20:39 IST)
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 14,605 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 10,180 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,18,548 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 73.72 ટકાએ પહોંચ્યો છે. 
webdunia
 
અત્યાર સુધીમાં કુલ 96,94,767 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 23,92,499 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,20,87,266 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 53,216 લોકોને પ્રથમ ડોઝ અને 94,377 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 14,605 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 10,180 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 73.72 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4,18,548 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,42,046 એક્ટિવ કેસ છે. જ્યારે 613 લોકો વેન્ટિલેટર પર છે. 1,41,433 લોકો સ્ટેબલ છે. 4,18,548 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 7,183 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 173 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
અમદાવાદ કોર્પોરેશન 23, સુરત કોર્પોરેશન 16, રાજકોટ કોર્પોરેશન 14, વડોદરા કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 9, અને જૂનાગઢ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 5, અને ગાંધીનગર કોર્પોરેશન 2, મહેસાણા 3, જામનગર 8, સુરત 7, દાહોદ 3, વડોદરા 6, બનાસકાંઠા 1, પાટણ 2, ભાવનગર 5, સુરેંદ્રનગર 7, અમરેલી 2, ગાંધીનગર 2, સાબરકાંઠા 9, કચ્છ 5, જુનાગઢ 5, ભરૂચ 2, મહિસાગર 2, વલસાડ 4, અરવલ્લી 2, પંચમહાલ 2, મોરબી 3, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ 3 અને બોટાદ 3 એમ કુલ 173 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE IPL 2021, RCB vs PBKS: પંજાબને લાગ્યો પહેલો ઝટકો, પ્રભસિમરન પેવેલિયન ભેગા