Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Exit Poll : મોદી મેજીક બરકરાર, પાંચ રાજયોમાંથી ચાર રાજયોમાં ભાજપ ?

Exit Poll :  મોદી મેજીક બરકરાર, પાંચ રાજયોમાંથી ચાર રાજયોમાં ભાજપ ?
નવી દિલ્લીઃ , ગુરુવાર, 9 માર્ચ 2017 (19:44 IST)
ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર, અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. પાંચ રાજયોની ચુંટણીનું શનિવારે પરીણામ જાહેર થવાનું છે ત્યારે આજે જુદી જુદી ચેનલો દ્વારા એકઝીટ પોલ જાહેર કરીને કોને કેટલી બેઠકો મળશે અને કોણ કયાં વિજેતા થશે તે જાહેર કર્યુ છે. જેમાં મોદી મેજીક બરકરાર રહે તેવી સંભાવના વ્યકત કરી છે. જેથી કહી શકાય કે નોટબંધીની અસર નડી નથી. 
 
ઉત્તરપ્રદેશમાં પ્રથમ ચરણમાં 73 બેઠકો પર મતદાન થયું હતું. આજ તક, ટાઇમ્સ નાઉ, ઇન્ડીયા ટીવી સહીત જુદી જુદી ચેનલો દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા આંકડા જોઇએ તો ઉતરપ્રદેશમાં ભાજપને 164 થી 176, એસપીને 156 થી 169, બીએસપીને 62 થી 72 અને અન્યોને 2 થી 6 સીટ મળશે તેવું જણાવ્યું છે. જયારે મણીપુરમાં ભાજપને 25 થી 31 બેઠક અને કોંગ્રેસને 17 થી 23 બેઠકો મળશે. મણીપુરમાં પણ ભાજપની સરકાર સત્તા સંભાળશે. જયારે પંજાબમાં કોંગ્રેસને 62 થી 71 અને આમ આદમી પાર્ટીને 42 થી 51 બેઠકો પ્રાપ્ત થશે તેવું એકઝીટમાં જણાવાયું છે.
 
ઉતરાખંડમાં પણ ભાજપને સતાના સુત્રો સંભાળવા મળે તેવું એકઝીટ પોલમાં જણાવાયું છે.  આ રીતે એકઝીટ પોલના આંકડા જોઇએ તો પાંચ રાજયોમાંથી ચાર રાજયોમાં ભાજપનો વિજય થાય અને એક રાજયમાં કોંગ્રેસનો વિજય થાય તેવું જણાવાયું છે 
 
હવે 11 માર્ચે પરિણામ જાહેર થશે પછી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral story - બાઈક સાથે તેના માલિકને પણ ક્રેન દ્વારા પોલીસે ટાંગી દીધો