Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી ટૂંકી વાર્તા - પ્રેમના પારખાં ન હોય

ગુજરાતી ટૂંકી વાર્તા - પ્રેમના પારખાં ન હોય
, ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (17:16 IST)
મારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. સગાઈ પછી હુ અને મારા પતિ જુગલ ફોન પર ખૂબ વાતો કરતા હતા. એક બેવાર તો તે અમાર શહેરમાં આવ્યા તો મુલાકાતો પણ થઈ. લગ્ન પછી અમે મોરીશસ ફરવા પણ ગયા હતા. બધુ કેટલુ સારુ હતુ. પણ હવે મને લાગે છે કે આ  બધી વીતી ગયેલી વાતો છે.  જીંદગી હવે એક રૂટિન બનીને રહી ગઈ છે. લગ્નના એક જ વર્ષમાં મને જાણ થઈ કે જુગલ ખૂબ જ સિમ્પલ વ્યક્તિ છે અને બિલકુલ રોમાંટિક નથી.  મને તો હંમેશા ફિલ્મો જેવુ વૈવાહિક જીવન જોઈતુ હતુ.. કેટલીક સરપ્રાઈઝ.. કેટલીક રોમાંટિક આઉટિંગ...  છેલ્લા કેટલાક સમયથી હુ વિચારી રહી હતી કે હુ જુગલને કહી દઉ કે હુ મારી મમ્મીના શહેરમાં જઈને જુદી રહેવા માંગુ છુ.. અને છેવટે હુ આજે રાત્રે જમતી વખતે કહી જ દીધુ.. 
 
જુગલે મારી તરફ જોયુ અને બોલ્યો - કેમ ?
મે કહ્યુ - હુ થાકી ગઈ છુ રૂટિનથી.. 
તેમણે થાળી અને વાડકીઓ એકત્ર કરવા માંડી. કોઈ જવાબ ન આપ્યો તેથી મારો ગુસ્સો વધી ગયો. તેઓ થાડીઓ મુકીને આવ્યા તો મારી સામે બેસી ગયા.. બોલ્યા - શુ કરુ કે તુ મને છોડીને જવાનો વિચાર ન કરે.. 
 
હવે ઠીક છે --- હુ વિચાર્યુ.. મારા એક સવાલનો જવાબ આપો.. મને ઠીક લાગશે તો હુ મારો નિર્ણય બદલી નાખીશ. સવાલ એ છે કે જો કોઈ પર્વત પર ખિલેલુ ફુલ હુ તને લાવવા માટે કહ્યુ અને તને ખબર હોય કે તેને લાવવામાં તારો જીવ જતો રહેશે તો પણ તમે એ ભૂલ તોડવા જશો ?
 
સવાલ સાંભળીને જુગલે જે કહ્યુ તેનાથી મારુ દિલ ડૂબી ગયુ. સવારે બતાવીશ.. 
 
સવારે જ્યારે હુ ઉઠી તો જોયુ તો જુગલ ઘરમાં નહોતો.. ટેબલ પર એક ગ્લાસ નીચે એક કાગળ દબાયેલો હતો. એ જુગલનો મારા માટે પત્ર હતો.. 
 
લખ્યુ હતુ ...... હુ ફૂલ લેવા નહી જઉ.. કારણ કે હુ જાણુ છુ કે તને મારી જરૂર પડશે... વારે ઘડીએ  બજારમાંથી સામાન બદલીને લાવવામાં મારી મદદની જરૂર પડશે.. જે રીતે તુ લેપટોપ અને મોબાઈલનો પાસવર્ડ ભૂલી જાય છે તેને ફરીથે અનલોક કરવા માટે તુ મને શોધીશ..  મિત્રો સાથે મોલ ફરીને આવીશ તો ગરમ પાણીનુ ટબ લઈને આવવા માટે મને બૂમ પાડીશ.. તુ ચટક રંગોમાં ખૂબ સુંદર લાગે છે  આ વાત તને વારેઘડીએ બતાવવા માટે તો મને રહેવુ પડશે ને ? કાર પાર્કિંગની રસીદ ભૂલી જતા... પકાઉ મિત્રોથી પીછો છોડાવવા અને ઘરમાં બધાનો જન્મદિવસ યાદ અપાવવા માટે પણ તો મારે રહેવુ પડશે... 
 
હા જો આવો કોઈ મળી જાય જે તારા માટે આ બધુ કરી લે તો હુ ફૂલ લેવા જરૂર જતો રહીશ.. 
 
મારી આંખોમાંથી આંસુ ટપકીને કાગળ ભીનો કરવા માંડ્યા. 
 
જો તને મારી વાત ઠીક લાગી હોય .. અને જો તે નિર્ણય બદલી દીધો હોય તો પ્લીઝ દરવાજો ખોલી નાખજે. હુ બહાર જ બેસ્યો છુ.. પેપર અને બ્રેડ લઈને... 
 
હુ ઉતાવળથી અને એટલી જ ઉમળકાથી દરવજો ખોલવા ભાગી.. જુગલ બહાર જ બેસ્યો હતો.. મારા આંસુ લૂંછીને હળવી સ્માઈલ કરી... કાર્તિકના મહિના પહેલા જ મારી કરવા ચોથ ઉજવાઈ ગઈ... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરેલુ ઉપચાર--મીઠી લીમડાના ઔષધીય પ્રયોગ