Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચીનમાં બેકાબૂ કોરોના, 1 દિવસમાં મળ્યા સૌથી વધુ દર્દીઓ, સેનાએ મોર્ચો સંભાળી લીધી

china corona
, મંગળવાર, 5 એપ્રિલ 2022 (09:42 IST)
ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ છે. દેશમાં કોવિડ-19ના 16 હજાર 412 નવા દર્દીઓ મળી આવ્યા છે. અહેવાલ છે કે વર્ષ 2020 માં કોરોના રોગચાળો શરૂ થયા પછીનો આ સૌથી મોટો આંકડો છે. ચીનના ઘણા શહેરોની અને ખાસ કરીને શાંઘાઈની હાલત ખરાબ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પહેલાથી જ ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોવિડના નવા દર્દીઓ ચીનના 27 થી વધુ પ્રાંતો અને શહેરોમાં જોવા મળી રહ્યા છે. આમાંથી મોટાભાગના કોરોનાના ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે. આ કારણે અધિકારીઓએ વિસ્તારોમાં કડક નિયંત્રણો લાગુ કરવા પડશે. તે જ સમયે, દેશની સેનાએ પણ કોરોના સામેના યુદ્ધમાં મોરચો સંભાળ્યો છે.
 
શાંઘાઈમાં વસ્તુઓ વધુ ખરાબ દેખાઈ રહી છે. અહીંના 2 કરોડથી વધુ રહેવાસીઓની કોવિડ તપાસ માટે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. શહેરમાં 28 માર્ચે બે તબક્કાનું લોકડાઉન શરૂ થયું હતું. આ ક્ષણે, અધિકારીઓએ આ પ્રતિબંધો ક્યારે હટાવવામાં આવશે તે વિશે માહિતી આપી નથી. આ સિવાય લક્ષણો વગરના દર્દીઓ પણ ચિંતાનું કારણ છે. સોમવારે શહેરમાં 8 હજાર 581 એસિમ્પટમેટિક કેસ નોંધાયા હતા. જ્યારે, લક્ષણોવાળા કેસોની સંખ્યા 425 છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Petrol Diesel Price Today 5 April- પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, આજે પણ કોઈ રાહત નહીં, પટનાથી મુંબઈ સુધી ડીઝલ પણ 100ને પાર