Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ શહેરોમાં પારા 40ને પાર ગયો, કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારા

આ શહેરોમાં પારા 40ને પાર ગયો,  કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારા
, મંગળવાર, 29 માર્ચ 2022 (14:59 IST)
અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારો થયો છે અને આજે દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધીને ૪૧.૨ ડિગ્રી થઇ ગયું હતું. આજે ૪૧.૭ ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
 
શનિવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં બપોરના સમયે બફારો અનુભવાશે.
 
આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર-બનાસકાંઠા-સાબરકાંઠા-પાટણ-મહેસાણા-કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

3 LPG Gas Cylinders Free - દરેક પરિવારને મળશે ત્રણ રાંધણ ગેસના સિલેંડર મફત