H-1B, L-1 Visas: કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનના વધતા મામલાને જોતા અમેરિકાએ ગુરૂવારે વર્કિંગ વીઝા H-1B, L-1 અને O-1 ને માટે પર્સનલ ઈંટરવ્યુથી છૂટ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે વિદેશ વિભાગે પોતાના એક પ્રેસ રીલિઝમાં બતાવ્યુ કે સરકારે કોરોનના વધતા જતા મામલાને જોતા વીઝા ધારકોને પોતાના વીઝા રિન્યુ કરાવતા પહેલા આપવામાં આવતા ઈંટરવ્યુમાંથી છૂટ આપી છે. આ નિર્ણય પછી હવે દુનિયાભરમાં આવેદન કરનારા લોકોને રાહત મળશે. આ નિર્ણય પછી હવે H-1B, L-1 અને O-1 વીઝા માટે અરજી કરનારા આવેદકોને અમેરિકી વાણિજ્ય દૂતાવાસમાં પર્સનલ ઈંટરવ્યુ રાઉંડમાંથી પસાર થવાની જરૂર નહી રહે. સામાન્ય રીતે વીઝા રજુ થતા પહેલા એક પર્સનલ ઈંટરવ્યુ લેવામાં આવતો હતો.
પ્રેસ રિલીઝમાં ગુરૂવારે કહેવામાં આવ્યુ, અમને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે કાંસલર અધિકારીઓને અસ્થાયી રૂપથી મંજુરી આપવામાં આવી છે કે તેઓ 31 ડિસેમ્બર 2022 સુધી નિમ્નલિખિત શ્રેણીઓમાં કેટલીક વ્યક્તિગત પિટિશન-આધારિત બિન પ્રવાસી વર્ક વીઝા માટે વ્યક્તિગત ઈંટરવ્યુથી રાહત આપશે. તેમા એચ 1B વીઝા, એચ-2 વીઝા એલ વીઝા, ઓ વીઝા સામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વિભાગની વીઝા પ્રોસેસિંગ ક્ષમતામાં કોવિડ 19 મહામારીને કારણે કમી જોવા મળી છે. જેવી કે વૈશ્વિક યાત્રા ફરીથી શરૂ થઈ રહી છે તો આવામા અમે આ અસ્થાયી પગલા ઉઠાવી રહ્યા છે. જેથી વીઝા માટે રાહ જોવાના સમયને સુરક્ષિત અને પ્રભાવી રીતે ઓછુ કરી શકાય. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને આપણે આપણી પ્રાથમિકતા કાયમ રાખીશુ.
H1B વિઝા શું છે?
અન્ય દેશોની યુએસ કંપનીઓમાં કામ કરતા કામદારો માટે ઉપલબ્ધ વિઝાને H1B વિઝા કહેવામાં આવે છે. તે એવા લોકો માટે રજુ કરવામાં આવે છે જેમને કામના કારણે યુએસમાં રહેવું પડે છે. આ વિઝા ચોક્કસ સમયગાળા માટે રજુ કરવામાં આવે છે. સમય સમાપ્ત થયા પછી, અરજદારો તેને રિન્યુ કરાવી શકે છે. એટલે કે, જો અમેરિકન કંપનીઓ વિદેશી નાગરિકને નોકરી આપવા માંગે છે, તો કામદારો આ વિઝા દ્વારા કંપનીમાં કામ કરી શકશે.