Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Covid-19 Variant: દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિએંટ B.1.1.529 મળવાથી હડકંપ, જાણો કેટલો ખતરનાક છે આ વેરિએંટ ?

Covid-19 Variant: દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિએંટ  B.1.1.529 મળવાથી હડકંપ, જાણો કેટલો ખતરનાક છે આ વેરિએંટ ?
, શુક્રવાર, 26 નવેમ્બર 2021 (13:45 IST)
New Corona Variant B.1.1.529: દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો એક નવો વેરિએંટ જોવા મળ્યોછે. જેનાથી વધુ ઝડપથી સંક્રમણ ફેલાવવાની આશંકા છે અને અધિકારીઓને ગુરૂવારે તેની સાથે જોડાયેલા 22 મામલાની ચોખવટ કરી છે. (South Africa Variant). ઈપીરિયલ કોલેજ લંડનના વિષાણુ વિજ્ઞાની ડો. ટોમ પીકૉકે આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાના ટ્વિટર એકાઉંટ પર વાયરસના નવા વેરિએંટ (બી.1.1.529)ની માહિતી પોસ્ટ કરી હતી. ત્યારબાદથી વૈજ્ઞાનિક આ વેરિએંટ પર સંશોધન કરી રહ્યા છે. 
 
 
દુનિયાભરના વૈજ્ઞાનિક ઝડપથી ફેલનારા સંકેતો માટે નવા વેરિએંટ પર હવે ધ્યાન આપશે (B.1.1.529 Variant News). દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય સંસ્થા-નેશનલ ઈસ્ટીટ્યુટ ફોર કમ્યુનિકેબલ ડિજીજ (એનઆઈસીડી)એ ચોખવટ કરી છે કે દક્ષિણ આફ્રિકામાં બી.1.1529ની જાણ થઈ છે અને જીનોમ અનુક્રમણ પછી બી. 1.1629ના 22 મામલાની ચોખવટ થઈ છે. સંકટ વધતા પહેલા જ બચાવના ઉપાય અપનાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ દુનિયાના બીજા દેશોમાં પણ તેના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

હાલ આંકડા સીમિત છે 
 
એનઆઈસીડીના કાર્યવાહક અધિકારી નિદેશક પ્રોફેસર એડ્રિયન પ્યુરેને કહ્યુ, તેમા કોઈ આશ્ચર્યની વાત નથી કે દક્ષિણ આફ્રિકા (South Africa New Variant)માં એક નવો વેરિએંટ શોધી કાઢવામાં આવ્યો છે. જો કે હાલમાં ડેટા મર્યાદિત છે, અમારા નિષ્ણાતો નવા પ્રકારને સમજવા માટે તમામ સ્થાપિત મોનિટરિંગ સિસ્ટમ્સ સાથે સતત કામ કરી રહ્યા છે. કોરોનાના પ્રકારને કારણે ઘણા દેશોમાં સંક્રમણની નવી લહેર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકામાં ફરી એકવાર પ્રતિબંધો વધી શકે છે.

ઝડપથી ફેલાય રહ્યો છે વેરિએંટ 
 
દક્ષિણ આફ્રિકામાં સેંટર ફોર એપિડેમિક રિસ્પોંસ એંડ ઈનોવેશના નિદેશક પ્રોફેસર ટ્યુલિયો ડી લોવિએરાએ કહ્યુ, 'આ ખૂબ જુદા પ્રકારનો મ્યુટેંટ છે. જે ઝડપથી ફેલાય રહ્યો છે.  આ વેરિએંટે સૌને ચોંકાવી દીધા છે. તેના મામલા ઝડપથી વધી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ દક્ષિણ આફ્રિકામાં 30થી વધુ મ્યુટેશન સાથે નવો કોવિડ વેરિએંટ ફેલાય રહ્યો છે. આ દરમિયાન બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે છ આફ્રિકી દેશોની ઉડાનોને અસ્થાયી રીતે રદ્દ કરવાનુ એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે આ દેશોને રેડ લિસ્ટમાં જોડવામાં આવશે. સાથે જ બ્રિટનના મુસાફરોને ક્વારંટીન થવુ પડશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Surat Crime News - સુરતમાં મહિલાને સસરાએ બાથરૂમમાં ઘૂસી નવડાવી, બહાર નીકળી તો ગરમ પાણી નાખતા દાઝી