Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાંદરાને કારણે છેડાયેલી જંગમાં 20 લોકોના મોત

વાંદરાને કારણે છેડાયેલી જંગમાં 20 લોકોના મોત
, મંગળવાર, 22 નવેમ્બર 2016 (12:04 IST)
લીબિયાના સ્થાનીક મીડિયાએ આપેલ સમાચાર મુજબ વાંદરાએ એક યુવતી પર હુમલો કરવાને કારણે બે કબીલા વચ્ચે હિંસક સંઘર્ષ છેડાય ગયો. દક્ષિણી લીબિયાના સબા શહેરમાં થયેલ આ ઘટના પછી છેડાયેલ આ જંગમાં કમસે કમ 20 લોકો માર્યા ગયા છે. 
 
સબા શહેરમાં એક પાલતૂ વાંદરાએ એક શાળાની વિદ્યાર્થીની પર હુમલો કર્યો હતો. કેટલીક રિપોર્ટ મુજબ વાંદરાએ યુવતીનો હિજાબ (દુપટ્ટો) ખેંચી લીધો અને તેને નખ મારીને બચકુ પણ ભર્યુ. 
 
આ વાંદરો ગદ્દાફા કબીલાનો હતો અને આ ઘટનાથી નારાજ ઔલાદ કબીલાના યુવતીના પરિવારે જવાબી હુમલો કર્યો. ત્યારબાદ ઔલાદ સુલેમાન અને ગદ્દાફા કબીલા વચ્ચે અનેક દિવસો સુધી હિંસા ચાલુ રહી. 
 
શરૂઆતના સંઘર્ષમાં વાંદરા સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા. સમાચાર મુજબ બંને કબીલા વચ્ચે ટૈંક, રૉકેટ, મોર્ટાર અને ભારે હથિયારો ચાલ્યા જેનાથી 50 લોકો ઘાયલ પણ થઈ ગયા. 
 
ગદ્દાફા કબીલાના લીબિયાના પૂર્વ શાસક મુઅમ્મર ગદ્દાફીના સમુહ સાથે સંબંધ ધરાવે છે.  આ ઘટનામાં મરનારાઓની સંખ્યા વધવાની શક્યતા છે.  કારણ કે સુલેમન સમુદાયના મરનારાઓના સમાચાર જ અત્યાર સુધી જાણવા મળ્યા છે.  
 
લીબિયાના દક્ષિણ ઉપેક્ષિત વિસ્તારમાં સ્થિત સબા પ્રવાસીઓ અને હથિયારોની તસ્કરીનો ગઢ માનવામાં આવે છે.  2011માં મુઅમ્મર ગદ્દાફીને  હટાવ્યા પછી લીબિયામાં સત્તાનો સંઘર્ષ ચાલુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'સોનમ *** બેવફા હૈ', કહેવુ છે મોટો અપરાધ, થઈ શકે છે બે વર્ષની જેલ