આજકાલ કેટલાક સોશિયલ મીડિયા પર 10ની નોટ અને 2000ની નોટ પર લખેલ એક અભદ્ર કમેંટ 'સોનમ *** બેવફા હૈ', શેયર કરી રહ્યા છે. પણ આવા લોકોને કદાચ ખબર નથી કે તેઓ અજાણતા એક મોટો અપરાધ કરી રહ્યા છે અને આ માટે તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
સોનમ નામની યુવતીને લઈને મીડિયા અને સોશિયલ મીડિયામાં જેટલી મજાક બનાવાય રહી છે તે માટે આવુ કરનારાઓને બે વર્ષ સુધીની જેલ, દંડ કે બંને થઈ શકે છે.
મનોરંજનના નામ પર કોઈ યુવતી કે મહિલાની મજાક બનાવનરા લોકોને કદાચ દેશના કાયદાનો જરાપણ અંદાજો નથી. ખાસ કરીને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)માં મહિલાઓના સંરક્ષણ માટે આપવામાં આવેલ ધારાઓમાં આવા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહીની જોગવાઈ છે.
'સોનમ *** બેવફા હૈ', આવી આવી ટિપ્પણી કરવી ત્યારે વધુ સંગીન અપરાધ બની જાય છે જ્યારે આ ટિપ્પણીથી કોઈ સોનમ નામની યુવતીના લગ્ન તૂટી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ ટિપ્પણીથી ઈલાહાબાદની એક સોનમ નામની યુવતીના લગ્ન લગ્નના ત્રણ દિવસ પહેલા જ તૂટી ગયા. સાસરીપક્ષનુ કહેવુ હતુ કે સોનમના નામ પર લોકોમાં અનેક પ્રકારની ચર્ચા છે. એવામાં બની શકે કે તે વિવાદિત ટિપ્પણીવાળી યુવતી હોય.
દિલ દુખાવનારી આ ઘટનાની ખાસ વાત એ છે કે જે સોનમના લગ્ન સંબંધ તૂટી ગયા તે બિલકુલ નિર્દોષ છે. નોટ પર લખેલ આ વિવાદિત ટિપ્પણી સાથે તેની કોઈ લેવા દેવા નથી.