Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈગ્લિશ ચેનલમાં ડૂબી બોટ, ઓછામાં ઓછા 31 પ્રવાસીઓના મોત

ઈગ્લિશ ચેનલમાં ડૂબી બોટ, ઓછામાં ઓછા 31 પ્રવાસીઓના મોત
, ગુરુવાર, 25 નવેમ્બર 2021 (11:58 IST)
ઈગ્લિશ ચેનલ (English Channel)માં બુધવારે એક નાવડી ડૂબવાથી તેમા સવાર બ્રિટન જઈ રહેલા ઓછામાં ઓછા 31 પ્રવાસીઓના મોત થઈ  ગયા. ફ્રાંસના ગૃહ મંત્રીએ તેને પ્રવાસીઓની સૌથી મોટી દુર્ઘટના બતાવી. ગૃહ મંત્રી જેરાલ્ડ દરમાનિને કહ્યુ કે માનવામાં આવી રહ્યુ છે કે બોટમાં 34 લોકો સવાર હતા, જેમાથી 31ના શબ મળ્યા છે અને બે લોકો જીવીત જોવા મળ્યા છે. એક વ્યક્તિ હજુ પણ ગાયબ છે. મરનારાઓમાં 5 મહિલાઓ અને એક નાનકડી બાળકીનો પણ સમાવેશ છે. 

 
બુધવારે સાંજ સુધી સંયુક્ત રૂપથી ફ્રાંસ અને બ્રિટિશ બચાવ કર્મચારી જીવતા લોકોની શોધ કરી રહ્યા હતા. મુસાફરો કયા દેશના નાગરિક હતા એ નથી બતાવવામાં આવ્યુ. બ્રિટનના પ્રધાનમંત્રીએ સરકારને આપદા સમિતિની બેઠક બોલાવી છે અને ફ્રાંસના ગૃહ મંત્રી દુર્ઘટનામાં જીવતા બચેલા લોકોને હોસ્પિટલમાં મળવા ગયા. ફ્રાંસના ગૃહ મંત્રીએ કહ્યુ કે આ ઘટનાના સંબંધમાં ચાર શંકાસ્પદ માનવ તસ્કરોની બુધવારે ધરપકડ કરવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ મોદી આજે જેવર ઈંટરનેશનલ એયરપોર્ટની આધારશિલા મુકશે, એશિયાનુ સૌથી મોટુ એયરપોર્ટ બનશે