Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આસામ: પૂરના પાણીમાં કલાકો સુધી ફસાયેલી ટ્રેન, ભારતીય વાયુસેનાએ 119 લોકોને બચાવ્યા

આસામ: પૂરના પાણીમાં કલાકો સુધી ફસાયેલી ટ્રેન, ભારતીય વાયુસેનાએ 119 લોકોને બચાવ્યા
, મંગળવાર, 17 મે 2022 (08:43 IST)
એએસડીએમએએ જણાવ્યું હતું કે ન્યુ કુંજંગ, ફ્યાંગપુઈ, મૌલહોઈ, નામજુરાંગ, દક્ષિણ બાગેતર, મહાદેવ ટીલા, કાલીબારી, ઉત્તર બાગેતર, સિયોન અને લોદી પંગમૌલ ગામોમાંથી ભૂસ્ખલનની જાણ થઈ હતી. અહીં લગભગ 80 ઘરો પ્રભાવિત થયા છે.
 
આસામમાં ભારે વરસાદના કારણે તબાહી ચાલુ છે.  આ વચ્ચે કછાર વિસ્તારમાં કલાકો સુધી અટકાવેલી એક ટ્રેનમાં ફંસાયેલા ઘણા પ્રવાસીઓને વાયુસેનાએ બચાવ્યો છે. રાજ્યમાં અચાનક આવી પૂર અને ભૂસ્ખલનએ ભયંકર તબાહી મચાવી છે. જેના કારણે ઘણી જગ્યાઓ પર રોડ અને રેલ સંપર્ક તૂટી ગયો છે. રવિવારે એએસડીએમએ આવતા 12-72 કલાક માટે કછાર, કરીમગંજ, ધેમાજી, મોરીગાંવ અને નાગાંવ જિલ્લાઓ માટે પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.
 
સિલ્ચર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન કચર વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે ફસાઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ હતી કે ટ્રેન ક્યાંય આગળ કે પાછળ જઈ શકતી ન હતી. કલાકો સુધી ફસાયેલા રહ્યા બાદ જિલ્લા પ્રશાસને ભારતીય વાયુસેનાની મદદથી 119 લોકોને બચાવી લીધા છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માનસૂન બંગાળની ખીણ પહોચ્યો ગર્મીથી મળશે રાહત આજે અહીં વરસશે વાદળ