Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દર્દનાક દુર્ઘટના - મેક્સિકોમાં બેકાબૂ ટ્રકે પગપાળા જતા મુસાફરોને ચગદોડ્યા, 53 લોકોના મોત, 50 થી વધુ લોકો ઘાયલ

દર્દનાક દુર્ઘટના - મેક્સિકોમાં બેકાબૂ ટ્રકે પગપાળા જતા મુસાફરોને ચગદોડ્યા, 53 લોકોના મોત, 50 થી વધુ લોકો ઘાયલ
, શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (11:21 IST)
દક્ષિણ મેક્સિકોમાં ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો. ભીડવાળા રસ્તા પર બેકાબૂ ટ્રકે લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. તે જ સમયે, 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. રાજ્યની રાજધાની ચિયાપાસ તરફ જતા રોડ પર આ કરુણ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર માલસામાનની ટ્રક બ્રિજ પર પહોંચતા જ ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે તે રસ્તા પર ચાલતા લોકોને કચડી નાખતી વખતે ડિવાઈડર સાથે અથડાઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે.
 
ચિઆપાસ રાજ્યના નાગરિક સંરક્ષણ કાર્યાલયના વડા લુઈસ મેન્યુઅલ મોરેનોએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃતકો અને ઘાયલો મધ્ય અમેરિકાના વસાહતીઓ હતા, જોકે તેમની રાષ્ટ્રીયતા હજુ સુધી પુષ્ટિ થઈ નથી. મોરેનોએ કહ્યું કે બચી ગયેલા કેટલાક લોકોએ કહ્યું કે તેઓ પડોશી ગ્વાટેમાલાના છે.

પુલ સાથે અથડાયા પછી પડી ટ્રક 
 
મોરેનોએ કહ્યુ કે એવુ લાગે છે કે ટ્રક માણસોના ભારે વજનને કારણે પલટાઈ ગઈ અને જેવુ જ વાહન તેમની પર પડ્યુ, તે સ્ટીલના બનેલા પગપાળા બ્રિજ સાથે અથડાયુ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મેક્સિકન અધિકારીઓએ પ્રવાસીઓને અમેરિકી સીમાની તરફ મોટા સમૂહમાં જતા રોક્યા હતા પણ પ્રવાસી તસ્કરીનો ગુપ્ત અને ગેરકાયદેસર પ્રવાહ ચાલુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CDS General Bipin Rawat Funeral Live: ગૃહમંત્રી અમિત શાહે જનરલ રાવતને આપી શ્રદ્ધાંજલિ, બ્રિગેડિયર લિડ્ડરના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા રાજનાથ