Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાયાબિટીસના પેશંટ માટે પરફેક્ટ છે આ ગ્રીન જ્યુસ, જાણો તેના લાભ

ડાયાબિટીસના પેશંટ માટે પરફેક્ટ છે આ ગ્રીન જ્યુસ, જાણો તેના લાભ
, સોમવાર, 18 જાન્યુઆરી 2021 (19:50 IST)
આજકાલ ડાયાબિટીઝ એક સામાન્ય રોગ બની ગયો છે. ભારતમાં લગભગ દરેક ત્રીજો વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી છે. આજના આ ભાગદોડ ભર્યા સમયમાં આપણા ખોટા ખાનપાન અને રીતથી ઘણા લોકો ટાઈપ 2 ડાયાબિટિસથી ગ્રસિત છે. ભારતમાં લગભગ 70 કરોડ લોકો આ બીમારીથી પીડિત છે.  તેથી જ ભારતને વિશ્વની ડાયાબિટીઝની રાજધાની પણ કહેવામાં આવે છે.
 
પરંતુ શું તમે જાણો છો કે એક એવુ હેલ્ધી જ્યુસ છે, જેને પીવાથી  ડાયાબિટીઝને કાબૂમાં રહેવા ઉપરાંત તે આપણા શરીરને શુદ્ધ કરે છે અને આપણને અનેક રોગોથી બચાવે છે. ચાલો આજે અમે તમને જણાવીએ આ હેલ્ધી જ્યુસ વિશે .
 
હેલ્ધી જ્યુસ બનાવવા માટે
 
આ જ્યુસ બનાવવા માટે તમે લીલા સફરજન, કાકડી, લીંબુ,  કેળા, ગ્રીન કેબેજ, પાલક, બીટ, લસણ, ટામેટા, આદુ અને કારેલામાંથી જે પણ ચાર કે પાંચ વસ્તુ તમારી પાસે હોય તેનો ઉપયોગ કરી શકો છો. 
 
બધી વસ્તુઓને ઝીણી સમારી લો અને જરૂરી પાણી મિક્સ કરીને તેને સારી રીતે બ્લેંડ કરી લો. તમારુ હેલ્ધી જ્યુસ તૈયાર છે. 
 
જાણો કેમ ગ્રીન જ્યુસ ડાયાબિટીઝ માટે છે હેલ્ધી 
 
ડાયાબિટીઝના દર્દીઓને ઘણીવાર રસ પીવા માટે પ્રતિબંધિત હોય છે કારણ કે તેમાં ખાંડની માત્રા વધારે હોય છે. પરંતુ આ હેલ્ધી જ્યુસ ખાસ ડાયાબિટીસના પેશંટ્સ માટે છે.  ડાયાબિટીઝને ઘટાડવા માટે ગ્રીન જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે.  આ જ્યુસ બધા પ્રકારના ડાયાબિટીસ જેવા કે ટાઈપ -1, ટાઈપ-2  એંડ ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ડાયાબિટીસના પેશંટ્સ માટે સમાન રીતે લાભકારી છે. 
 
આ જ્યૂસની સૌથી ખાસ વાત એ છે કે તે આપણા શરીરના એનર્જી લેવલને ખૂબ જ ઝડપથી વધારી દે છે. વધુ સારા ફાયદા માટે આ રસનું સેવન સવારે કરવું જોઈએ.
 
શુ છે ગ્રીન જ્યુસના ફાયદા 
 
વિટામિનથી ભરપૂર 
 
લીલા સફરજન, કાકડી, લીંબુ,પાલક, કારેલા, ટામેટા અને લસણ જેવી હેલ્ધી વસ્તુઓમાંથી બનાવેલ આ જ્યુસ વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-કે   આયર્નનો સારો સ્રોત છે
 
બ્લડ્ પ્રેશર કરે કંટ્રોલ 
 
આ હેલ્ધી  જ્યુસ માત્ર ડાયાબિટીઝના દર્દીઓ માટે જ સારો નહી પરંતુ આ હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત અનેક રોગોનું જોખમ પણ ઘટાડે છે. રોગોના જોખમને ઘટાડવા ઉપરાંત, આ જ્યુસ આપણા શરીરમાં અન્ય ઓર્ગેનોના કાર્યમાં પણ સુધારો કરે છે.
 
બ્લડ કરે પ્યુરિફાઈ 
 
આ તો આપણે સૌ જાણીએ છે કે કારેલા અને બીટ આપના બ્લડને પ્યુરિફાઈ કરે છે. પણ આ જ્યુસમાં કારેલા અને બીટ ઉપરાંત લીલા સફરજન, કાકડી, લીંબુ, આદુ, લસણ અને ટામેટા એંટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે. આ કારણે આ હેલ્ધી જ્યુસ આપની બૉડીને ડિટોક્સિફાઈ કરવા ઉપરાંત આપણા બ્લડને પ્યુરિફાઈ પણ કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

80 ટકા છોકરીઓ બ્રા ખરીદતા સમયે કરે છે આ ભૂલોં, ખરીદતા પહેલા હવે ન કરો આ 5 ભૂલ