Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Healthy રહેવા માંગો છો તો કિચનમાંથી દૂર રાખો આ 3 ટેસ્ટી વસ્તુઓ

Healthy રહેવા માંગો છો તો કિચનમાંથી દૂર રાખો આ 3 ટેસ્ટી વસ્તુઓ
, બુધવાર, 21 ઑગસ્ટ 2019 (17:36 IST)
આપણે ખોરાક ખાઈએ છીએ જેથી આપણને જરૂરી પોષક તત્વો અને ઉર્જા મળી શકે પણ આપણા રસોડૅઅમાં રહેલા કેટલાક ખાવાના પદાર્થ એવા પણ છે જે આરોગ્યને લાભ નહી પણ નુકશાન પહોંચાડે છે.  તેમા ખાંડ, મીઠુ, મેદા જેવી વસ્તુઓરસો નો સામવેશ છે. અનેક હ્લેથ વિશેષજ્ઞ તો આ ખાવાની વસ્તુઓએન White Poison નું નામ પણ આપી ચુક્યા છે. 
 
હકીકતમાં ખાંડ, મીઠુ, મેંદો અને સફેદ ચોખા કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જેમા પોષક તત્વ ખૂબ ઓછી માત્રામાં હોય છે.  તેને ખાવાથી આરોગ્યને ઘણુ નુકશાન થાય છે. હા થોડી માત્રામાં 
 
તેનુ સેવન આપણે માટે જરૂરી છે પણ વધુ પ્રમાણમાં આ બધી વસ્તુઓનુ સેવન આરોગ્યને અનેક રીતે નુકશાન પહોંચાડે છે. 
 
સફેદ ખાંડ - સફેદ ખાંડને રિપ હાઈંડ શુગર પણ કહે છે. આ રિફાઈન કરવા માટે સલ્ફર ડાઈ ઑક્સાઈડ, ફાસ્ફોરિક એસિડ, કેલ્શિય અમ હાઈડ્રોક્સાઈડ અને એક્ટિવેટેડ કાર્બનનો ઉપયોગ કરવામા6 આવે છે.  રિફાઈનિંગ પછી તેમા રહેલા વિટામિંસ,  મિનરલ્સ,  પ્રોટીન,  એંજાઈમ્સ અને બીજા લાભદાયક પોષક તત્વ નષ્ટ થઈ જાય છે. ફક્ત સુક્રોઝ જ બચે છે અને સુક્રોઝની  અધિક માત્રા શરીર માટે ઘાતક સાબિત થાય છે 
 
સ્વાસ્થ્ય સમસ્યાઓ 
 
ખાંડનુ વધુ સેવન કરવાથે કોલેસ્ટ્રોલ,  ઈંસુલિન રેજિસ્ટેસ અને હાઈ બીપી જેવી પરેશાનીઓ થઈ જાય છે. ખાંડનુ વધુ સેવન કરવાથી પેટ પર વસાની પરત જમા થઈ જાય છે.  તેને કારણે જાડાપણુ,  દાંતોનુ સડવુ,  ડાયાબિટીઝ અને ખરાબ ઈમ્યુન સિસ્ટમ જેવી સમસ્યાઓનો સામનો વ્યક્તિને કરવો પડે છે. 
 
મીઠુ 
 
ખાવામાં જો મીઠાની માત્રા વધુ થઈ જાય તો રસોઈનો પ્રૂરો સ્વાદ ખરાબ થઈ જાય છે  એ જ રીતે જો શરીરમાં વધુ પ્રમાણમાં મીઠુ જવા માંડે તો આ આરોગ્યને અનેક રીતે નુકશાન પહોંચાડી શકે છે. 
 
સ્વાસ્થ્ય સમસ્યા 
 
મીઠાનુ વધુ સેવન દિલની બીમારીઓનો ખતરો વધારી દે છે. વિશેષજ્ઞોનુ માનીએ તો વધુ મીઠુ  હાઈ બીપીનુ કારણ પણ બને  છે.  શરીરમાં મીઠાની વધુ માત્રાથી ડિહાઈડ્રેશનની સમ્સ્યા થઈ શકે છે.  આવામાં જો આ બધી પરેશનઈઓથી બચવા માટે જેટલુ બની શકે તેટલુ ઓછા પ્રમાણમાં મીઠાનુ સેવન કરો. 
 
મેંદો 
 
મેદો ઘઉથી બને છે. એક બાજુ જ્યા ઘઉં સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે તો બીજી બાજુ મેંદો ખતરનાક.   જેનુ સૌથી મોટુ કારણ છે કે મેદો બનાવતી વખતે ઘઉના ઉપરના છાલટાને પૂરા હટાવી દેવામાં આવે છે.   જેને કારણે તેનુ ફાઈબર સંપૂર્ણ રીતે નીકળી જાય છે.  ફાઈબર મુક્ત હોવાને કારણે મેંદાનુ સેવન કબજિયાતની પરેશાનીનું કારણ બને છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ