Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tomato Price: છૂટક બજારમાં 250 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે

Tomato Price: છૂટક બજારમાં 250 પ્રતિ કિલો વેચાઈ  રહ્યા છે
, ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (14:21 IST)
Tomato Price- ટામેટાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. ગઈકાલે મધર ડેરીના સફલ આઉટલેટ પર તેની કિંમત 250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. આજે દિલ્હીમાં તે 260 રૂપિયા પ્રતિ કિલો તો ક્યાંક 280 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ક્યાંક તો રૂ.300 પ્રતિ કિલોના ભાવે પણ વેચાઈ રહી છે.
 
દિલ્હી એનસીઆરમાં ટામેટાના ભાવ ફરી કાબૂ બહાર જઈ રહ્યા છે. જો કે લગભગ એક મહિનાથી તેની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ વચ્ચે તેની કિંમતો નરમ પડી હતી.

દરમિયાન આગામી દિવસોમાં આ શાકભાજીના ભાવ રૂ.300 પ્રતિ કિલો સુધી પહોંચે તેવી શક્યતા હોલસેલ વેપારીઓએ વ્યક્ત કરી છે. જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું છે કે ટામેટાંની ઓછી આવકને કારણે જથ્થાબંધ ભાવમાં વધારો થશે. તેમનું કહેવું છે કે તેની અસર છૂટક કિંમતોમાં વધારાના સ્વરૂપમાં જોવા મળી શકે છે.
 
  તેથી જ જથ્થાબંધ બજારમાં જ ટામેટાના ભાવ 160 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 220 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. જેના કારણે છૂટક ભાવમાં પણ વધારો થયો છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Plane Crash: ચાલતા વાહનો વચ્ચે સડક પર પ્લેન સળગવા લાગ્યું, વીડિયો તમારા હોશ ઉડી જશે