Tomato Prices - ટામેટાની કિમંતો સાતમા આસમાન પર છે. દેશના જુદા જુદા ભાગમાં મુશળધાર વરસાદને કારણે ટામેટાની કિમંતોમાં છેલ્લા કેટલાક દિવસોમાં 300 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. વિશેષજ્ઞનુ માનીએ તો આવનારા સમયમાં ટામેટાનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. ટામેટાની કિમંતોમાં ઘટાડાની આશા કરી રહેલા લોકો માટે આ એક મોટો આંચકો છે.
મની કંટ્રોલની રિપોર્ટ મુજબ નેશનલ કમોડિટી મેનેજમેંટ સર્વિસેજ લિમિટેડના CEO સંજય ગુપ્તાનુ કહેવુ છે કે ટામેટાની કિમંતોમાં તેજી હજુ આવનારા સમયમાં જોવા મળશે. તેમનુ કહેવુ છે કે આગામી 2 મહિના સુધી કિમંતોમાં રાહત મળવાની શક્યતા ઓછી છે. બીજી બાજુ વરસાદને કારણે પાક પણ થઈ રહ્યો નથી.
આ રાજ્યોમાં થાય છે ટામેટાનુ સૌથી વધુ ઉત્પાદન
એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીની રિપોર્ટ મુજબ ટામેટાનુ 91 ટકા પ્રોડક્શન મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાલ, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉડીસા, બિહાર, છત્તીસગઢ, તેલંગાના, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં થાય છે. વરસાદને કારણે વર્તમાન સમયમાં દક્ષિણ ભારતથી જ સપ્લાય કરવામાં આવે છે.