આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલ મોંઘુ થતાં ઘરેલૂ બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ નવી ઉંચાઇ આંબી રહ્યા છે. ઓઇલના ભાવ વધતાં મોઘવારી સાતમા આસમાને પહોંચી છે. ઇંઘણના ભાવમાં વધારાના સિલસિલો અટકવાનું નામ લેતું નથી. ઓઇલ વિતરણ કંપનીએ આજે રવિવારે એટલે કે 17 ઓક્ટોબરે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા છે.
આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. આ સાથે જ દિલ્હીમાં હવે પેટ્રોલ 105.84 પ્રતિ લીટર થયો છે. ડીઝલ પર પણ 35 પૈસા વધાર્યા છે. હવે ડીઝલના ભાવ 94.57 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.
મુંબઇમાં પેટ્રોલના ભાવ 111.77 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. અહીં પેટ્રોલ 34 પૈસા મોંઘુ થયું છે, જ્યારે ડીઝલ પર 37 પૈસાનો વધારો થયો છે. ડીઝલના ભાવમાં હવે 102.52 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.
દિલ્હી
એક લીટર પેટ્રોલ- 105.84
એક લીટર ડીઝલ- 94.57
કલકત્તા
એક લીટર પેટ્રોલ- 106.43
એક લીટર ડીઝલ- 97.68
મુંબઇ
એક લીટર પેટ્રોલ- 111.77
એક લીટર ડીઝલ- 102.52
ચેન્નઇ
એક લીટર પેટ્રોલ- 103.01
એક લીટર ડીઝલ- 98.92