Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કપાસના ભાવમાં જોરદાર ઉછાળો, 11 વર્ષ પછી કપાસના ભાવ 1500ને પાર

કપાસના ભાવમાં જોરદાર ઉછાળો, 11 વર્ષ પછી કપાસના ભાવ 1500ને પાર
, ગુરુવાર, 10 જૂન 2021 (15:49 IST)
કોરોનાકાળમાં ખેડૂતોને અનેક રીતે નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ અને ઉપરથી તોય તે વાવાઝોડાએ રહી સહી કસર પુરી કરીને ખેડૂતોને દુખી કરી દીધા છે. પરંતુ આ નિરાશાજનક વાતાવરણમાં ખેડૂતો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે.  રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં એક મણ કપાસનો ભાવ 1570 પર પહોચ્યો છે. કપાસનો ભાવ 1500ને પાર પહોચ્યો હોય એવુ 11 વર્ષ પછી બન્યુ છે. 
 
આ પહેલા કપાસનો ભાવ ત્યારે 1500ને પાર પહોચ્યો હતો જ્યારે શંકરસિ%હ વાઘેલા કેન્દ્રીય કાપદ મંત્રી હતા.  આ વર્ષે કપાસનુ ઉત્પાદન ઓછુ હોવાને કારણે વૈશ્ચિક બજારમાં કપાસનુ ઉત્પાદન ઓછુ અને માંગ વધતા કપાસના ભાવમાં ઉછાળો થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેના કારણે ક્રમશઃ ખેડૂતો કપાસની વાવણી પણ ઓછી કરતા થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટ્રોલ, ડિઝલ, ગેસ અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસના 11 જૂને રાજ્ય વ્યાપી દેખાવો