Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેટ્રોલ, ડિઝલ, ગેસ અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસના 11 જૂને રાજ્ય વ્યાપી દેખાવો

પેટ્રોલ, ડિઝલ, ગેસ અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસના 11 જૂને રાજ્ય વ્યાપી દેખાવો
, ગુરુવાર, 10 જૂન 2021 (15:11 IST)
ગુજરાત કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલ સહિત ગેસના વધી રહેલા ભાવોને લઈને આવતીકાલે 11 જૂને રાજ્ય વ્યાપી દેખાવો યોજવાનું એલાન કર્યું છે. તે ઉપરાંત મોંઘવારી સહિતના વિવિધ આંદોલનો કરવાનું પણ નક્કી કર્યું છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી એ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એક્સાઈઝ વધારો કરીને નાગરિકોના ખિસ્સામાંથી 21 લાખ કરોડ રૂપિયા સેરવી લીધા છે. તેમણે ઉમેર્યું હતું કે 4 મેથી 10 જૂન સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 22 વખત ધરખમ વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો થયો તો તેની રાહત સામાન્ય જનતાને કેમ નથી મળતી.GDP વધારવામાં અને આર્થિક મોરચે સદંતર નિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ગેસ - ડીઝલ - પેટ્રોલ પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે.કેન્દ્ર સરકારે નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નીતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસેથી સુનિયોજિત રીતે લૂંટ ચલાવી છે. સતત એક્સાઈઝમાં વધારો ઝીંકતા દેશની 130 કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન થઈ ગઈ છે. ભાજપ સરકાર 4મે થી આજદિન સુધીમાં પેટ્રોલ - ડીઝલમાં 22 વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ઝીંકી સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં 73 વર્ષના સૌથી વધુ ઊંચા ભાવ છે.છેલ્લા સાત વર્ષમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 9.20 પ્રતિ લીટરથી વધારીને અત્યારે 32.98 કરી દીધી છે. એ જ રીતે ડીઝલની એક્સાઈઝ ડ્યુટી પ્રતિ લિટર 3.46થી વધારીને 31.83 કરી દીધી છે. અગાઉ ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રય ભાવ પ્રતિ બેરલ 110 અમેરિકી ડોલર હતાં. જે ઘટીને અત્યારે 60 અમેરિકી ડોલર થયાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંદિર તરફથી પોલીસ અને સરકારની મંજૂરી લેવાશે, જળયાત્રા સાદાઈથી યોજવામાં આવશે