Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Banana peel કેળાના છાલટા તમારી રંગત બદલી નાખશે

Banana peel કેળાના છાલટા તમારી રંગત બદલી નાખશે
, ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (12:03 IST)
કેળાના છાલટા તમારી રંગત બદલી નાખે છે કરચલીઓ દૂર કરે છે અને સ્કિનને ચમકદાર અને સુંદર બનાવે છે. જો તમને સ્કિન સંબંધી કોઈ મુશ્કેલી હોય તો તમે કેળાના છાલટાને આરામથી પ્રયોગ કરી શકો છો. 
 
સૌથી પહેલા કેળાના છાલટાને વાટી લો. પછી તેમાં ઈંડા મિક્સ કરી લો. પછી તેને ચેહરા પર 20 મિનિટ લગાવી રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણી થી ચેહરા  ધોઈ લો. 
 
પિંપલ્સ અને તેના માર્ક દૂર કરવા માટે તમે ઈચ્છો તો પિંપલના ડાઘને દૂર કરવા માટે સીધા કેળાના છાલટાને ગાલ પર રગડી શકો છો. કે પછી કેળાના છલાટને ધોઈ 
 
 અંદર મધ લગાવીને તેનાથી ચેહરાની મસાજ કરી શકો છો. એક વાર આ વિધિ પૂરા થતા થોડીવાર ચેહરાને સૂકવા દો અને પછી ધોવું. 
 
સ્કિન બ્રાઈટિંગ માટે અને ગ્લો માટે તમે કેળાના છાલટાને સ્ક્રબની રીતે ઉપયોગ કરી શકો છો. તેના માટે એક વાટકીમાં કેળાબા છાલટા 1 પીસ, ઓટમીલ પાઉડર 2 ટીસ્પૂન, પાઉડર શુગર ટીસ્પૂન, કાચું દૂધ 1 ટીસ્પૂન લઈને મિક્સરમાં વાટી લો. હવે આ સ્ક્રબથી ચેહરા અને બૉડી પર સ્ક્રબ કરો. પછી 30 મિનિટ પછી ચેહરા ધોઈ લો. 
 
ડ્રાઈ સ્કિન માટે આ પેકને બનાવા માટે તમને બે સામગ્રીઓની જરૂર પડશે. કેળાના છાલટા અને લીંબૂ. કેળાના છાલટા અને લીંબૂના રસને બ્લેંડરમાં વાટી લો. 
 
પછી તેને મિક્સ કરીને ચેહરા પર લગાવો અને સૂક્યા પછી ધોઈ લો. 
 
ઑઈલી સ્કિન માતે આ પેકને બનાવા માટે કેળાના છાલટા બેકિંગ પાઉડર અને પાણી જોઈએ. પહેલા છાલટાને ગ્રાઈંડરમાં વાટી લો અને પછી તેમાં એક ટીસ્પૂન બેકિંગ પાઉડર અને પાણી મિક્સ કરો. પછી તેને સ્કિન પર લગાવો અને સૂક્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો. webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળ વાર્તા અકબર બિરબલ - ઈચ્છુ તે આપુ