Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

C R Patil ની જાહેરાત - નગરપાલિકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં આ લોકોને નહી મળે ટિકિટ

C R Patil ની જાહેરાત - નગરપાલિકા  અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં આ લોકોને નહી મળે ટિકિટ
, બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (15:16 IST)
ગુજરાતમાં હાલ જેટલુ સ્થાનિક ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ છે તેટલુ જ ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારોને લઈને પણ ઉથલ પાથલ ચાલી રહી છે.  ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. રાજ્યની સત્તારૂઢ પાર્ટી બીજેપીએ આ વખતે ચૂંટણી ઉમેદવારોને પસંદ કરવામા ઘણા નિયમોના ફેરફાર કર્યા છે.  
 
આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નગરપાલિકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરવાની જાહેરત કરી છે.  જેમા પણ એ જ નિયમોના આધારે નામ જાહેર કરાશે. ભાજપે 3 નિયમો લાગુ કર્યા છે જેમા 
 
1 60 વર્ષથી વધુ છે તેમને ટિકિટ આપી નથી. 
2  જે ઉમેદવાર 3 વાર ચૂંટાયા હોય તે પછી પાર્ટીમાંથી હોય કે પછી અપક્ષ કે અન્ય પાર્ટીનો હોય તેમને પણ ટિકિટ આપી નથી 
3 પાર્ટીના સંબંધીઓને કે સગાઓને પણ ટિકિટ આપવામાં આવી નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Startup ને સ્માર્ટઅપ ગ્રાન્ટસ માટે એચડીએફસી બેંકનુ આમંત્રણ, આ રીતે કરી શકો છો અરજી