Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનુ જ્યોતિર્લિંગ સોમનાથ - ખૂબ જ રોચક છે સોમનાથ જ્યોતિર્લિંગની સ્ટોરી

somnath
, બુધવાર, 24 જુલાઈ 2024 (17:53 IST)
History of Somnath Temple : એવું માનવામાં આવે છે કે વિશ્વભરમાં 108 જ્યોતિર્લિંગ છે પરંતુ 12 જ્યોતિર્લિંગ ભારતમાં સ્થિત છે. તેમાંથી ગુજરાતમાં 2 મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ જ્યોતિર્લિંગ છે અને બીજું દ્વારકાપુરમમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. તેમા સોમનાથ જ્યોતિર્લિંગની કથા ખૂબ જ રસપ્રદ છે. સોમનાથ મંદિરનું જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગોમાંનું એક, એક ખૂબ જ પ્રખ્યાત શિવ મંદિર છે. આ મંદિર ગુજરાત પ્રાંતના કાઠિયાવાડ ક્ષેત્રમાં દરિયા કિનારે આવેલા પ્રાચીન પવિત્ર વિસ્તાર પરભાસ વિસ્તારમાં આવેલું છે.
 
સૌરાષ્ટ્ર દેશ વિશ્વેતિરમ્યે, જ્યોતિર્મય ચંદ્રકલાવત્સમ.
ભક્તિપ્રદાનાય કૃતાવતારમ્ તં સોમનાથ શરણમ્ પ્રપદ્યે
 
સોમનાથ મંદિરની પ્રાચીનતા : 
 
 1. સોમનાથ-જ્યોર્તિલિંગનો મહિમા મહાભારત, શ્રીમદ ભાગવત અને સ્કંદ પુરાણ વગેરેમાં વિગતવાર વર્ણવવામાં આવ્યો છે. જેનાથી સાબિત થાય છે કે આ જ્યોતિર્લિંગ સૌથી પ્રાચીન છે. તે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ માનવામાં આવે છે.
2. પુરાણો અનુસાર, ભગવાન ચંદ્રદેવે  શ્રાપથી મુક્તિ મેળવવા માટે પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં શિવજીની તપસ્યા કરી હતી. તેમણે ભગવાન શિવને ભગવાન માનીને અહીં તપસ્યા કરી હતી અને તેથી તેનું નામ 'સોમનાથ' પડ્યું. ચંદ્રદેવનું પણ એક નામ સોમ છે. આ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કરાવ્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે.
3. લેખિત ઇતિહાસ અનુસાર, આ મંદિરના ઉલ્લેખ અનુસાર ઈસાના પૂર્વ આ અસ્તિત્વમાં હતુ.  આ જ સ્થાન પર બીજી વખત મંદિરનું પુનઃનિર્માણ 649 ઈસ્વીસનમાં વલ્લભીના મૈત્રક રાજાઓએ કર્યો.  
4. એવુ કહેવાય સોમનાથ મંદિરમાં પહેલાનુ શિવલિંગ હવામાં સ્થિત હતું. આ શિવલિંગ ચુંબકની શક્તિને કારણે જ હવામાં સ્થિત હતું.
webdunia
somnath
 
સોમનાથ મંદિર પર આક્રમણનો ઈતિહાસ 
 
1. પહેલીવાર આ મંદિરને 725 ઈસ્વીમાં સિન્ઘના મુસ્લિમ સૂબેદાર અલ જુનૈદે તોડાવી નાખ્યુ હતુ. પછી પ્રતિહાર રાજા નાગભટ્ટે 815 ઈસ્વીએમાં આનુ પુનર્નિમાણ કરાવ્યુ. 
 
2. આરબ પ્રવાસી અલબેરુનીએ પોતાની યાત્રા વૃતાંતમાં તેનુ વર્ણન કર્યુ. આ વૃતાંતથી પ્રભાવીત થઈને  મહમૂદ ગઝનવીએ 1024-25માં લગભગ 5,000 સાથીઓ સાથે સોમનાથ મંદિર પર હુમલો કર્યો, તેની સંપત્તિ લૂંટી લીધી અને તેનો નાશ કર્યો. ત્યારે મંદિરની રક્ષા માટે હજારો નિઃશસ્ત્ર લોકો માર્યા ગયા. આ એ લોકો હતા જેઓ મંદિરની અંદર પૂજા કરી રહ્યા હતા અથવા દર્શન કરવા આવ્યા હતા અને જે ગામના લોકો મંદિરની રક્ષા માટે નિઃશસ્ત્ર દોડી આવ્યા હતા. 
 
3. મહેમુદે મંદિરનો નાશ અને લૂંટપાટ કર્યા પછી, ગુજરાતના રાજા ભીમદેવ અને માલવાના રાજા ભોજે તેનું પુનઃનિર્માણ કરાવ્યું. 1093માં સિદ્ધરાજ જયસિંહે પણ મંદિરના નિર્માણમાં મદદ કરી હતી. 1168 માં, વિજયેશ્વર કુમારપાલ અને સૌરાષ્ટ્રના રાજા ખંગારે પણ સોમનાથ મંદિરના સૌદર્યકરણમાં ફાળો આપ્યો હતો.
 
4. ઈસ્ 1297 માં, જ્યારે દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ નુસરત ખાને ગુજરાત પર હુમલો કર્યો, ત્યારે તેણે ફરીથી સોમનાથ મંદિરનો નાશ કર્યો અને બધી સંપત્તિ લૂંટી લીધી. મંદિરનું પુનઃ નિર્માણ હિન્દુ રાજાઓએ કરાવ્યું હતું. પરંતુ 1395 માં ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહે ફરીથી મંદિરનો નાશ કર્યો અને તમામ પ્રસાદ લૂંટી લીધો. આ પછી તેમના પુત્ર અહેમદ શાહે પણ 1412માં આવું જ કર્યું.
 
5. પાછળથીક્રૂર મુસ્લિમ સમ્રાટ ઔરંગઝેબના શાસન દરમિયાન, સોમનાથ મંદિરને બે વાર તોડી પાડવામાં આવ્યું હતું - પ્રથમ વખત 1665 ઈસ અને બીજી વખત 1706 ઈસ. 1665 માં મંદિરને તોડી પાડ્યા પછી, જ્યારે ઔરંગઝેબે જોયું કે હિંદુઓ હજી પણ તે જગ્યાએ પૂજા કરવા આવે છે, ત્યારે તેણે ત્યાં લશ્કરી ટુકડી મોકલી અને તેમનો નરસંહાર કરાવ્યો.
 
6. જ્યારે ભારતનો મોટો હિસ્સો મરાઠાઓના નિયંત્રણમાં આવ્યો ત્યારે 1783માં ઈન્દોરની રાણી અહલ્યાબાઈએ મૂળ મંદિરથી થોડે દૂર પૂજા માટે સોમનાથ મહાદેવનું બીજું મંદિર બનાવ્યું હતું.
webdunia
somnath temple
 
History of Somnath Temple 
 
સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી બન્યુ છે વર્તમાન મંદિર 
 
ભારતની આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રનુ જળ લઈને નવા મંદિરના નિર્માણનો સંકલ્પ લીધો. તેમના સંકલ્પ પછી 1950માં મંદિરનુ પુનર્નિમાણ થયુ.  6 વાર તૂટ્યા પછી 7મી વાર આ મંદિરને કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલીમાં બનાવવામાં આવ્યુ.  તેના નિર્માણ કાર્યથી સરદાર વલ્લભભાઈ પટેલ પણ જોડાયેલા રહી ચુક્યા છે. હાલ જે મંદિર ઉભુ છે તેને ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે બનાવડાવ્યુ અને 1 લી ડિસેમ્બર 1995ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માએ તેને રાષ્ટ્રને સમર્પિત કર્યુ. 
 
 સોમનાથ મંદિરનો પરિચય: આ મંદિર ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે - ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્યમંડપ. તેમાં 150 ફૂટ ઊંચું શિખર છે. તેના શિખર પર સ્થિત કલશનું વજન દસ ટન છે અને તેનો ધ્વજ 27 ફૂટ ઊંચો છે. 
તેના અવરોધ વિનાના દરિયાઈ માર્ગ - ત્રિષ્ટંભ વિશે, એવું માનવામાં આવે છે કે આ દરિયાઈ માર્ગ પરોક્ષ રીતે દક્ષિણ ધ્રુવમાં સમાપ્ત થાય છે. આ આપણા પ્રાચીન જ્ઞાન અને શાણપણનો અદ્ભુત પુરાવો માનવામાં આવે છે.
 
કેવી રીતે પહોંચશો ? 
હવાઈ ​​માર્ગ- સોમનાથથી 55 કિમી દૂર આવેલા કેશોદ નામના સ્થળેથી મુંબઈ માટે સીધી હવાઈ સેવા છે. કેશોદ અને સોમનાથ વચ્ચે બસ અને ટેક્સી સેવા પણ છે. 
 
રેલ માર્ગ- સોમનાથનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન વેરાવળ છે, જે ત્યાંથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલું છે. અહીંથી અમદાવાદ અને ગુજરાતના અન્ય સ્થળો સાથે સીધું જોડાણ છે.
 
માર્ગ પરિવહન- સોમનાથ વેરાવળથી 7 કિલોમીટર, મુંબઈથી 889 કિલોમીટર, અમદાવાદથી 400 કિલોમીટર, થી 266 કિલોમીટર, જૂનાગઢથી 85 કિલોમીટર અને પોરબંદરથી 122 કિલોમીટરના અંતરે આવેલું છે. સમગ્ર રાજ્યમાં આ સ્થળે જવા માટે બસ સેવા ઉપલબ્ધ છે. 
 
વિશ્રામ ગૃહ- આ સ્થળે યાત્રાળુઓ માટે અતિથિગૃહ, આરામગૃહ અને ધર્મશાળાની વ્યવસ્થા છે. સરળ અને સસ્તી સેવાઓ મળી રહે છે. વેરાવળમાં પણ રહેવાની વ્યવસ્થા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જોક્સ - કંજૂસ