Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોમનાથ મંદિરનું વણઉકેલાયેલું રહસ્ય

સોમનાથ મંદિરનું વણઉકેલાયેલું રહસ્ય
, ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (15:07 IST)
હિંદુ ધર્મના શિવ મહાપુરાણમાં બધા જ્યોર્તિલિંગની જાણકારી આપી છે. બધા જ્યોર્તિલિંગમાં ગુજરાતનો સોમનાથા મંદિર સૌથી પહેલો અને ખાસા છે. સોમનાથ મંદિરની ઉંચાઈ આશરે 155 ફીટ છે. આ મંદિર ભગવાન શિવ શંકરને સમર્પિત છે. સોમનાથ મંદિર પ્રભાસા પાટણમાં સ્થિત છે. જે વેરાવળા બંદરથી થોડી દૂર છે. મંદિરની બહાર  વલ્લભભાઈ પટેલ રાણી અહલ્યાબાઈ વગેરેની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.
 
મંદિરની ઉપરા છે 10 ટન વજનનો કળશ
જ્યારે તમે મંદિરના અંદર આવશો તો તમને મંદિરની ઉપરા એક કળશ રાખેલુ જોવાશે. આ કળશનો વજન આશરે 10 ટન છે. અહીં ફરકાવી રહ્યા ધ્વજની ઉંચાઈ 27 ફીટ છે અને જો તેમની પરિધિની વાત કરીએ તો 1 ફીટ કહેવામાં આવે છે. મંદિરની અંદર આવતાની સાથે જ તમને ચારે બાજુ એક વિશાળ પ્રાંગણ દેખાશે. મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
 
બાણ સ્તંભ પર શુ લખેલુ છે 
આ બાણ સ્તંભ પર લખેલુ છે આસમુદ્રાત દક્ષિણ  ધ્રુવ પર્યત અબાધિત જ્યોતિમાર્ગ. તેનો અર્થા છે કે સમુદ્રના વચ્ચેથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામા એક પણ અડચણ કે વિઘ્ન નથી. આ રેખાનો સાદો અર્થ એ છે કે જો સોમનાથ મંદિરના તે બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી એટલે કે એન્ટાર્કટિકા સુધી સીધી રેખા દોરવામાં આવે તો વચ્ચે એક પણ પર્વત કે જમીનનો ટુકડો આવતો નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

5 વર્ષની માસુમ સાથે રિક્ષામાં દુસ્કર્મ