Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- અમારા ઉમેદવારનું ભાજપે અપહરણ કર્યું : આપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022-  અમારા ઉમેદવારનું ભાજપે અપહરણ કર્યું : આપ
, બુધવાર, 16 નવેમ્બર 2022 (15:18 IST)
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સુરત (પૂર્વ) બેઠક પરના તેમના ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર મંગળવારથી ગાયબ છે.આપના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું છે, "ભાજપે કંચન જરીવાલાનું અપહરણ કરી લીધું છે."
 
સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ ગુજરાતમાં હારી રહ્યો હોવાથી 'ડરી ગયો' છે અને એટલે આપના ઉમેદવારનું અપહરણ કરી લીધું છે.
 
તેમણે જણાવ્યું છે,"કંચન અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે.તેઓ તેમના દસ્તાવેજની ચકાસણી માટે ગયા હતા.જે ક્ષણે તેઓ કાર્યાલયની બહાર નીકળ્યા ભાજપના બદમાશો તેમને લઈ ગયા. હાલ તેઓ ક્યાં છે એની કોઈ જાણકારી નથી."
 
દિલ્હીના મુખ્ય મંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને ભાજપ પર આ મામલે આરોપ લગાવ્યો છે.

 
કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, "સુરત (પૂર્વ)થી કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગાયબ છે. પહેલાં ભાજપે તેમની ઉમેદવારી રદ કરાવવા પ્રયાસ કર્યો અને જ્યારે તેમની ઉમેદવારી સ્વીકારી લેવાઈ, તેમને ઉમેદવારી પાછી લઈ લેવા માટે દબાણ કર્યું."
 
"શું એમનું અપહરણ કરી લેવાયું છે?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP news- 5 ટુકડામાં મળ્યો યુવતીનો મૃતદેહ