Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

લુણાવાડાના અપક્ષ ઉમેદવારના ટેકાથી ભાજપ હવે ડબલ ડિઝિટમાંથી ત્રિપલ ડિઝિટમાં

Ratan Singh Rathore
, શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (13:27 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સહિત ત્રણ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા વિધાનસભા બેઠક પરથી રતનસિંહ રાઠોડ અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. રતનસિંહે હવે ભાજપને ટેકો જાહેર કર્યો છે. તેની સાથે ભાજપ 99માંથી 100 બેઠક પર પહોંચી છે.  ભાજપને આ ચૂંટણીમાં 99 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસનો 77 બેઠક પર વિજય થયો હતો. ત્રણ ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા હતા.

મહિસાગર જિલ્લા પંચાયત કોંગ્રેસના શિક્ષણ સમિતિના ચેરમેને વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટની માંગણી કરી હતી. પરંતુ કોંગ્રેસે ટિકિટ ન આપતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી અને તેમનો 4,141 મતથી વિજય થયો હતો. ગુરુવારે તેમણે રાજ્યપાલને ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરતો પત્ર લખ્યો હતો. આજે વિધાનસભાના ઉમેદવારોની એક મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળવાની છે તે પૂર્વે જ આ અપક્ષ ધારાસભ્ય રતનસિંહ મગનસિંહ રાઠોડે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. રતનસિંહે ભાજપને ટેકો જાહેર કરતા મહિસાગર જિલ્લામાં રાજકીય સમિકરણો સાથે અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિટકોઈનથી પેમેન્ટ સ્વીકારનાર રાજકોટની રેસ્ટોરાં રાજ્યની પ્રથમ રેસ્ટોરાં બની