Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજના દિવસોમાં ભાજપના મત કાપવા પાસના કન્વીનરોની ટીમ ડોર ટુ ડોર પ્રચારમાં લાગશે

આજના દિવસોમાં ભાજપના મત કાપવા પાસના કન્વીનરોની ટીમ ડોર ટુ ડોર પ્રચારમાં લાગશે
, બુધવાર, 13 ડિસેમ્બર 2017 (12:02 IST)
ચૂંટણીની આદર્શ આચાર સંહિતા મુજબ ભલે પ્રચાર 12 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયો હોય પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઈ રાજકીય પક્ષ ન હોવાથી આવા કોઈ બંધનમાં નથી આવતી જેનો હાર્દિક પટેલ અને પાસ ભરપૂર ફાયદો ઉઠાવવા માગે છે. આ માટે તેઓ આજે પણ જ્ઞાતિની જુદી જુદી બેઠકો અને ગેટ ટૂ ગેધર કાર્યક્રમો આયોજીત કરી રહ્યા છે  જેમાં ભાજપ વિરોધી લાગણીઓને હવા દેવાનું કામ કરશે.

પાસના કેટલાક ઉમેદવારો કોંગ્રેસની ટીકીટ પર ઉભા છે પરંતુ નીયમ મુજબ તેણે પોતે કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા ન હોવાથી અને પાસને કોઈ રાજકીય પક્ષ તરીકે નોંધાવ્યો ન હોવાથી ચૂંટણી પંચના કોડ ઓફ કંડક્ટ તેને લાગુ પડતા નથી. જેનો હાર્દિક પટેલ શક્ય તમામ ફાયદો ઉઠાવવા માગે છે. અનામત આંદોલનના કારણે અનેક પાટીદારો પર હાર્દિકના પ્રભાવ હેઠળ છે જેને આજે જુદા જુદા સમાજ કાર્યક્રમો અને બેઠકોના બહાને મળીને ભાજપ વિરુદ્ધ વોટ કરવા માટે હાર્દિક મનાવશે.પાસના આંતરીક સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનું લક્ષ્યાંક દરેક પાટીદાર વિસ્તારોમાં જ્યાં આવતીકાલે ચૂંટણી છે ત્યાં નાના નાના સમાજીક કાર્યક્રમો અને મીટિંગ્સ યોજવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ‘પહેલા તબક્કાનું મતદાન પત્યું કે તરત જ અમારી ટીમો સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાંથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઉતરી પડી છે. અમદાવાદની શહેરી બેઠકો કે જેના પર પાટીદારોનું પ્રભુત્વ છે ત્યાં સૌરાષ્ટ્રમાંથી અમે પાટીદાર કાર્યકર્તાઓને ઉતાર્યા છે જેઓ ડોર ટૂ ડોર કેમ્પેઇન આજે પણ ચાલુ રાખશે અને લોકોને સમજાવશે કે તેમણે ભાજપ માટે મતદાન ન જ કરવું જોઈએ.’પાટીદાર પ્રભૂત્વ ધરાવતા જુદા જુદા વિસ્તારોમાં 5-10 મેમ્બરનીએ એક એવી અનેક ટીમ આજે સવારથી જ ફિલ્ડમાં ઉતરી જશે. આ માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતમાંથી 300 જેટલા પાસના કાર્યકર્તાઓને ઉતારવામાં આવ્યા છે.  પાસ દ્વારા આ ચૂંટણીમાં રાજકીય નિવેદનબાજી કરવા છતા તેના પર કાયદેસર કોઈ ચૂંટણી નીયમો લાગી શકતા નથી. પોલીસ અધિકારીઓનું પણ કહેવું છે કે ‘આ મામલે અમારી પાસે એવી કોઈ સ્પષ્ટતા નથી કે જે લોકો ચૂંટણીમાં ભાગ ન લેતા હોય તેમણે પણ પ્રચાર ન કરવો જોઈએ. આ મામલે અમે ચૂંટણી પંચ પાસેથી માર્ગદર્શન માગીશું કે શું આ આદર્શ આચાર સંહિતાનો ભંગ છે કે નહીં

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી અમિત શાહ અને અડવાણી અમદાવાદમાંથી મતદાન કરશે