140 વર્ષ પહેલા 15 માર્ચના દિવસે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. ગૂગલે આ પ્રથમ ટેસ્ટ મેચની યાદમાં ખાસ ડૂડલ તૈયાર કરીને સેલિબ્રેટ કર્યુ છે ડૂડલમાં બે બેટ્સમેન અને ત્રણ ફીલ્ડર્સ સાથે પાંચ લોકોને દેખાડ્યા છે સાથે જ લાલ બોલ હવામાં ઉડતી જોવા મળી રહી છે.
કોની વચ્ચે અને ક્યાં રમાઈ હતી પ્રથમ ટેસ્ટ મેચ
15 માર્ચ 1877 ના રોજ શરૂ થયેલ પ્રથમ ટેસ્ટ મેચ 19 માર્ચ સુધી ચાલી હતી. આ મેચ ઈંગ્લેંડ અને આસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ (MCG)માં રમાઈ હતી. ઈંગ્લેંડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 15 માર્ચ 1877ના દિવસે શરૂ થયેલ હરીફાઈ આજ સુધી ચાલી રહી છે. આ મેચને ઑસ્ટ્રેલિયાએ 45 રનથી જીતી લીધી હતી. આ મેચમાં ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિગ કરી હતી. અલ્ફ્રેડ શૉના ચાર્લ્સ બેનરમેને પ્રથમ બોલ ફેંકી હતી અને બેનરમેન જ ટેસ્ટ ક્રિકેટમાં સદી બનાવનાર પ્રથમ ખેલાડી પણ બન્યા હતા.
કેવી રહી હતી પ્રથમ ટેસ્ટ મેચ
બેનરમેનની સદીની મદદથી આસ્ટ્ર્લિયાએ 245 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેંડની ટીમ 196 રન પર હારી ગઈ હતી. ઑસ્ટ્રેલિયાના બીજા દાવમાં કુલ 104 રન બન્યા. જ્યારે કે બીજા દાવમાં ઈંગ્લેંડ 108 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયુ અને મેચ હારી ગયુ હતુ. ઈંગ્લેંડે ત્યારબાદ રમાયેલી મેચ જીતી ગયુ અને સીરિઝ 1-1થી સમાન થઈ ગઈ હતી.
ટી-20 ક્રિકેટની શરૂઆત ટેસ્ટ મેચનો અંત થવાની શરૂઆત માનવામાં આવી રહી હતી, પણ ક્રિકેટના આ સૌથી લાંબા પ્રારૂપે પોતાની ઈમેજ આજે પણ કાયમ રાખી છે.