Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હલવા એક પ્રેમ કથા - ખૂબ જ રસપ્રદ છે ગાજરના હલવાની સ્ટોરી

હલવા એક પ્રેમ કથા - ખૂબ જ રસપ્રદ છે ગાજરના હલવાની  સ્ટોરી
, શનિવાર, 22 જાન્યુઆરી 2022 (20:39 IST)
બાળપણમાં શિયાળાની ઠંડી ઠંડી રાતોમાં લોકોના ઘરમાં ગાજરનો હલવો બનતો હતો. હલવો મોટાભાગના લોકોની પ્રિય વસ્તુ છે. ગાજરના હલવામં માવો, ખાંડ, ડ્રાયફ્રૂટ્સ, ક્રીમ અને દૂધ સાથે બનાવાયેલો હલવો ડિનરને કંમ્પ્લીટ કરી દે છે. સાથે જ  દિલ્હી જેવા શહેરમાં, શિયાળામાં દરેક લારી પર ગાજરનો હલવો વેચાય છે. પરંતુ આ માત્ર અત્યારથી જ નહી. જો હલવાના ઈતિહાસ પર નજર કરીએ તો, તે લગભગ 3000 વર્ષ પૂર્વેથી બનેલો છે. તેના ઈતિહાસમાં ઘણું બધું રસપ્રદ છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો.

મુગલોના યુગમાં થઈ શરૂઆત

એવું માનવામાં આવે છે કે આ અદ્ભુત ભારતીય મીઠાઈની ઉત્પત્તિ મુઘલ સમયગાળાની છે. હલવાની ઉત્પત્તિ 3000 ઈસા પૂર્વથી માનવામાં આવે છે. બારમી સદીના મધ્યમાં ઇસ્તંબુલના લખાણોમાં, કેટલાક પુરાતાત્વિક લોકોએ ગ્રીક સ્વીટ્સની હિંટ મળી. હલવો શબ્દ અરબીમાં પણ અનુસરી શકાય છે, જેનો અર્થ થાય છે મીઠી વાનગી અથવા મીઠાઈ. તેને મિસ્રમાં હલાવા, યૂનાનમાં હલવો, હિબ્રુમાં હલવાહ, અરબીમાં હિલવા, તુર્કીમાં હેલવા અને સંસ્કૃતમાં હલાવા કહેવામાં આવે છે.

13મી શતાબ્દીમાં બતાવ્યા હતા 8 પ્રકારના હલવા

ખાદ્ય ઈતિહાસકારોના નિષ્કર્ષ મુજબ, હલવાની પ્રથમ રેસીપી મુહમ્મદ ઈબ્ન અલ-હસન ઈબ્ન અલ-કરીમ દ્વારા લખાયેલ 13મી સદીના અરબી ટેક્સ્ટ  'કિતાબ અલ-તબીખ' (રેસિપીનું પુસ્તક)માં જોવા મળી હતી, જેમાં આઠ હલવાના આઠ અલગ-અલગ પ્રકાર અને તેની રેસિપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અરબ પ્રભાવવાળા પ્રારંભિક ભારતીય શહેરોમાંથી બે કરાંચી અને કોઝિકોડના દરિયાકાંઠાના શહેર હતા અને આમ, હલવો આ શહેરોમાં ખાદ્ય પરંપરાઓનું અભિન્ન અંગ છે.

તો શું અરબમાંથી મળ્યો હતો હલવો

લખનૌના લેખક અને ઈતિહાસકાર અબ્દુલ હલીમ શરરે પોતાના પુસ્તક 'ગુજિશ્તા લખનૌ'માં ઉલ્લેખ કર્યો છે કે હલવો અરબી ભૂમિથી ફારસના રસ્તે  થઈને ભારતમાં આવ્યો હતો. આ દરમિયાન, શિકાગો સ્થિત ખાદ્ય ઇતિહાસકાર કોલિન ટેલર સેનએ પોતાના પુસ્તક 'ફિસ્ટ્સ એન્ડ ફાસ્ટ્સ'માં કહ્યુ છે કે,  મોહમ્મદ બિન તુગલકના શાસન દરમિયાન 13મી અને 16મી સદીની વચ્ચે,  હલવો દિલ્હી સલ્તનતમાં આવ્યો હતો.

કેટલીક અન્ય દંતકથાઓ અનુસાર, હલવો રેસીપી બનાવવાને વિધિની જડ તુર્કના સામ્રાજ્યમાં છે. સામ્રાજ્યના દસમા અને સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર સુલતાન સુલેમાનને મીઠાઈઓનો એટલો શોખ હતો કે તેમની પાસે માત્ર મીઠી વાનગીઓ જ બનાવવા માટે અલગ રસોડું હતું,  હલવો  તેમાંથી એક હતો.
ભલે હલવાની શરૂઆત અરબથી માનવામાં આવતી હશે પણ આ આજની તુલનામાં વધુ ભારતીય નથી હોઈ શકતો. ઉપમહદ્વીપમાં એનો એવો પ્રભાવ પડ્યો કે મીઠાઈ બનવનારાઓને આજ સુધી હલવાઈના નામથી બોલાવવામં આવે છે અને આગળ પણ આ જ રીતે બોલાવાશે. હલવો ભારતમાં આવ્યો અને લોકોનુ દિલ જીતી લીધુ. તમામ પ્રકારના હલવામં એક વાર ગાજર નાખીને પ્રયોગ કરવામાં આવ્યો. એવુ માનવામાં આવે છેકે 1526માં મુગલ શાસન દરમિયાન વેપારીઓ દ્વારા સતરંગી ગાજર લાવવામાં આવ્યા. જે બધા માટે નવુ હતુ. ઓરેંજ ગાજરને જ્યારે દૂધ, ખાંડ, માવો નાખીને રાંધવામાં આવ્યુ તો તે ગાજરનો હલવો બની ગયો. પંજાબમાં બસ આ જ નામથી ગજરેલા પણ લોકપ્રિય થઈ ગયો જેને ત્યાની પારંપારિક મીઠાઈ માનવામાં આવે છે.

દરેક શહેરમાં જુદા જુદા પ્રકારના હલવાનો સ્વાદ

આજે તમને દેશભરમાં હલવાના ધણા વિવિધ પ્રકાર જોવા મળશે. પૂણેનો 'લીલા મરચાનો હલવો', પશ્ચિમ બંગાળનો 'ચોલર દાળનો હલવો', ઉત્તર પ્રદેશ અને બિહારનો 'ઇંડાનો હલવો', કર્ણાટકનો 'કાશી હલવો', કેરળનો 'કરુઠા  હલવો' એ હલવાના કેટલાક પ્રકારો છે

આ લેખ તમને જરૂર ગમ્યો હશે અને વાંચીને તમને પણ તરત જ ગરમા ગરમ ગાજરનો હલવો ખાવાનુ મન થઈ રહ્યુ હશે !!
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Omicron Symptoms: માથાનો દુ:ખાવો પણ છે ઓમિર્કોનનુ લક્ષણ, તમે સંક્રમિત તો નથી આ રીતે ઓળખો