Dhanteras 2025- કારતક મહિનાની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવતો ધનતેરસ 2025નો તહેવાર આ વર્ષે 18 ઓક્ટોબર 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે ખરીદી કરવામાં આવે છે અને આ પછી દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે.
ત્રયોદશી તિથિ શરૂ થાય છે - 12:18 PM 18, 2025
ત્રયોદશી તિથિ સમાપ્ત થાય છે - 01:51 PM 19, 2025
શુભ મુહુર્ત
07:46 PM થી 08:38 PM - પુણે
07:16 PM થી 08:20 PM - નવી દિલ્હી
07:28 PM થી 08:15 PM - ચેન્નાઈ
07:24 PM થી 08:26 PM - જયપુર
07:29 PM થી 08:20 PM - હૈદરાબાદ
07:17 PM થી 08:20 PM - ગુડગાંવ
07:14 PM થી 08:20 PM - ચંદીગઢ
06:41 PM થી 07:38 PM - કોલકાતા
07:49 PM થી 08:41 PM - મુંબઈ
07:39 PM થી 08:25 PM - બેંગલુરુ
07:44 PM થી 08:41 PM - અમદાવાદ
07:15 PM થી 08:19 PM - નોઈડા
ધનતેરસના દિવસે શું કરવામાં આવે છે?
ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી સિવાય દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે સાથે દક્ષિણ દિશામાં ભગવાન યમના નામનો દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. ધનતેરસના દિવસે દક્ષિણ દિશામાં યમનો દીવો પ્રગટાવવો શુભ છે. આમ કરવાથી અકાળ મૃત્યુથી રાહત મળે છે.
ધનતેરસનુ મહત્વ
એવી માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે કળશ સાથે માતા લક્ષ્મીનુ અવતરણ થયુ જેના પ્રતીક રૂપે એશ્વર્ય વૃદ્ધિ, સૌભાગ્ય વૃદ્ધિ માટે વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ.