દિવાળી પહેલા ઘરે કોડી લાવવાના ફાયદા - માતા લક્ષ્મીના આગમન એટલે કે દિવાળીમાં માતા લક્ષ્મીની પ્રિય કેટલીક વસ્તુઓ લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.
દિવાળી પર કોડીનુ મહત્વ
એવુ કહેવાય છે કે કોડીની ઉત્પત્તિ સમુદ્રમંથન દ્વારા થવાને કારણે તેનો સંબંધ લક્ષ્મીજી સાથે માનવામાં આવે છે. મા લક્ષ્મીની ઉપાસનામાં છીપ અને કોડીનુ વિશેષ મહત્વ છે.
દિવાળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની સાથે 11 કોડીઓની પણ પૂજા કરવી આ કોડિઓને પીળી કોડીઓના આ ટોટકા દ્વારા, ધન વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે
દિવાળીના દિવસે 11 કૉડીઓની પૂજા કરી પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી પૈસાનુ આગમન થાય છે.
ધનતેરસના દિવસે 11 કોડીઓની પૂજા કરી દરવાજા પર લટકાવશો તો મા લક્ષ્મી સદૈવ આપના ઘરમાં વિરાજમાન રહેશે એટલે કે તમારા પર કાયમ મા લક્ષ્મીની ક્રૃપાથી વૈભવ અને એશ્વર્યની કમી નહી રહે .