બિપરજોય વાવાઝોડું હવે ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એ વખતે અહીં 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થવાની શક્યતા છે.
આ વાવાઝોડાની અસર દેવભૂમિ દ્વારકા, કચ્છ અને જામનગર જિલ્લામાં સૌથી વધારે જોવા મળી રહી છે. ઓખા બંદર પર પણ આ વાવાઝોડાની અસર જોવા મળી હતી.
ઓખા બંદર પાસે દરિયામાં જોરદાર મોજાં જોવા મળ્યાં હતાં, અહીં લાંગરેલી હોળીઓને પણ નુકસાન થયું હતું, સાથે જ અહીં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.
બિપરજોય વાવાઝોડું હવે ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ગુરુવાર સવારની સ્થિતિ પ્રમાણે આપેલી નવી માહિતીમાં નોંધ્યું છે કે છેલ્લા છ કલાકથી વાવાઝોડું 7 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. એ પહેલાં તે 6 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું હતું.
બિપરજોય વાવોઝડું હવે અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 170 કિલોમિટર દૂર છે, જ્યારે દેવભૂમિ દ્વારકાથી 210 અને નલીયાથી 190 કિલોમિટર દૂર છે. વાવાઝોડું પોરબંદરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં 290 કિલોમિટર દૂર છે જ્યારે પાકિસ્તાનના કરાચીથી 260 કિલોમિટર દૂર છે.
હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડું ગુરુવાર સાંજ સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાંથી પસાર થશે. એ વખતે અહીં 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થવાની શક્યતા છે.