Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

570 રૂપિયા, વીજળીનું બિલ અને ઓફિસમાં મહિલાની હત્યા... શું છે મામલો?

Gujarati news
, ગુરુવાર, 25 એપ્રિલ 2024 (08:57 IST)
Maharastra news- મહારાષ્ટ્રમાં વધેલા વીજ બિલ પર પગલાં ન લેવાથી ગુસ્સે થઈને એક વ્યક્તિએ મહિલા કર્મચારીની હત્યા કરી નાખી. આ મામલો બુધવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સામે આવ્યો હતો. સમાચાર એ છે કે વીજ બિલ વિવાદમાં 33 વર્ષીય વ્યક્તિએ MSEDCLની મહિલા ટેકનિશિયનની હત્યા કરી હતી.
 
સુપા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે અભિજીત પોટે નામના વ્યક્તિએ રિંકુ થિટે (26) પર બારામતી તહસીલના મોરગાંવમાં MSEDCL ઓફિસની અંદર કથિત રીતે હુમલો કર્યો હતો. પોટે
 
અગાઉ ફરિયાદ કરી હતી કે તેમને રૂ. 570નું વધારાનુ  બિલ મળ્યું હતું, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
 
પોટે સવારે MSEDCL ઓફિસમાં ગયો હતો અને રિંકુ દસ દિવસની રજા બાદ પરત આવી ત્યારે તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. અધિકારીએ કહ્યું કે પોટેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP News:એમ્બ્યુલન્સ કાર્યકર બીમાર બાળકને હોસ્પિટલને બદલે તેના ઘરે લઈ ગયો, નહાવા-જમવા લાગ્યો, માસૂમનું મોત