Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

સચિન તેંદુલકર પર ફિલ્મ 26 મે ના રોજ રજુ થશે

સચિન તેંદુલકર
મુંબઈ. , ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (12:22 IST)
પૂર્વ ભારતીય બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના જીવન પર બનેલ ડોક્યુમેંટ્રી ફીચર ફિલ્મ 'સચિન - અ બિલિયન ડ્રીમ' ની રાહ જોતા બેસેલા તેમના પ્રશંસકો માટે એક સારા સમાચાર છે. આ ફિલ્મ 26 મે ના રોજ રજુ થશે. ફિલ્મના નિર્માતા રવિ બાગચંદ્રકા અને કાર્નિવલ મોશન પિક્ચર્સએ એક નિવેદન રજુ કરી ફિલ્મના રજુ થવાની તારીખ વિશે માહિતી આપી છે. 
 
આ ફિલ્મમાં ખુદ સચિન પોતાનુ પાત્ર ભજવી રહા છે. આ ફિલ્મને લંડન નિવાસી લેખક-ફિલ્મકાર જેમ્સ એરકિને લખી છે. 
 
ફિલ્મમાં સચિનના ઉદયની સ્ટોરીને દર્શાવી છે. સ્ટોરીમાં સચિનના જીવનના છુપા રહસ્યોને દુનિયા સામે લાવવામાં આવશે. ફિલ્મમાં સચિનની ક્રિકેટ રમતી જૂની ફુટેજ ઉપરાંત તેમની અનેક સફળતાઓને પણ બતાવવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિની પોર્ન જોવાની આદતથી કંટાળીને સુપ્રીમ કોર્ટ પહોંચી પત્ની, બોલી - બંધ થાય આવી સાઈટ્સ