Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતિની પોર્ન જોવાની આદતથી કંટાળીને સુપ્રીમ કોર્ટ પહોંચી પત્ની, બોલી - બંધ થાય આવી સાઈટ્સ

પતિની પોર્ન જોવાની આદતથી કંટાળીને સુપ્રીમ કોર્ટ પહોંચી પત્ની, બોલી - બંધ થાય આવી સાઈટ્સ
, ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (12:13 IST)
મુંબઈની એક મહિલા પોતાના પતિની ટેવથી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. ઉલ્લેખનીય છે કે આ મહિલાના પતિને પોર્ન જોવાની એવી લત લાગી ગઈ છે કે જેની અસર તેના લગ્નજીવન પર પણ પડી રહી છે.  55 વર્ષના પતિની આ લતથી પરેશાન થઈને મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને પોર્ન સાઈટ પર બેન લગાવવાની માંગ કરી. 
 
મહિલાએ પોતાની અરજીમાં દલીલ આપી છે કે જો આ વયમાં તેનો ભણેલો પતિ પોર્ન આગળ મજબૂર છે તો નવયુવાનોની સ્થિતિ તો આનાથી પણ વધુ બગડી શકે છે. 
 
અરજીમાં શુ કહ્યુ ?
 
મહિલાએ સુપ્રીમ કોર્ટને આપેલી પોતાની અરજીમાં લખ્યુ - "મારા પતિને પોર્ન જોવાની ખૂબ લત લાગી ગઈ છે અને તે વર્તમાન દિવસોમાં વધુ સમય પોર્ન જોવામાં વિતાવે છે. જે ઈંટરનેટ પર સહેલાઈથી મળી જાય છે. પોર્નને કારણે મારા પતિનુ મગજ દૂષિત થઈ ગયુ છે અને અમારુ લગ્નજીવન ખરાબ થઈ ગયુ છે."
 
પોર્નને કારણે બગડ્યા સંબંધો 
 
મહિલાએ કહ્યુ કે 30 વર્ષોથી તેનુ લગ્નજીવન સારુ ચાલી રહ્યુ હતુ પણ જ્યારથી તેના પતિએ પોર્ન જોવાનુ શરૂ કર્યુ તેની વ્યક્તિગત જીંદગી પર તેની ખરાબ અસર પડવા લાગી. મહિલાએ જણાવ્યુ કે તે અને તેના બાળકો પતિની આ લતને કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. 
 
અરજી દાખલ કરનારી મહિલા એક સામાજીક કાર્યકર્તા છે. તેણે જણાવ્યુ કે તેના કામ દરમિયાન પણ તેને એવા લોકો મળ્યા જેમની વ્યક્તિગત જીંદગી પર પોર્નને કારણે ખરાબ અસર પડી. કારણ કે ઈંટરનેટ પર પોર્નની ભરમાર છે અને સહેલાઈથી ત્યા સુધી પહોંચી શકાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ISRO ની સફળતા પર ચિઢાયુ ચીન, કરી આ કમેંટ...