Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2024 - ફાઈનલ ચેન્નાઈમાં, નોકઆઉટ મેચો અમદાવાદમાં યોજાશે

modi stadium
, રવિવાર, 24 માર્ચ 2024 (10:41 IST)
IPLને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
 
જાણવા મળ્યું છે કે એક ક્વોલિફાયર અને એક એલિમિનેટર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે જ્યારે બીજી ક્વોલિફાયર ચેન્નાઈમાં યોજાશે.
 
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, 'આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ગત વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનાં હોમ ગ્રાઉન્ડ પર ઓપનિંગ મેચ અને ફાઈનલ યોજવાની પરંપરાનું પાલન કર્યું છે.'
 
IPL 2024, KKR vs SRH: KKR એ હૈદરાબાદને હરાવીને જીત સાથે શરૂઆત કરી, હેનરિક ક્લાસેનની ઈનિંગ બરબાદ થઈ ગઈ
 
BCCIએ સામાન્ય ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને IPLની બાકીની મેચોના શેડ્યૂલને આખરી ઓપ આપી દીધો છે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CM કેજરીવાલની ધરપકડનો અનોખો વિરોધ, AAP કાર્યકરો ITO ફૂટઓવર બ્રિજ પર ચઢ્યા