IPL 2024 શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સે એક ચોંકાવનારો નિર્ણય લઈને ફેન્સને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે દરેક સીઝનની જેમ, IPLની શરૂઆત પહેલા, તમામ ટીમોના કેપ્ટન ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવે છે. આ સિઝનમાં પણ એવું જ થયું, જ્યાં તમામ 10 ટીમોના કેપ્ટનોને ફોટોશૂટ માટે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સનો કપ્તાન એમએસ ધોની આ તસવીરમાં જોવા મળ્યા નહોતા. તેના સ્થાને ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને મોકલવામાં આવ્યા હતા. CSK ની તરફથી હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે ગાયકવાડ આ સિઝનમાં ટીમની કપ્તાની કરશે.
IPL ટ્રોફી સાથે કેપ્ટનના ફોટોશૂટ બાદ IPL દ્વારા જેમ જેમ તસવીરો શેર કરવામાં આવી ત્યારે તેમાં રુતુરાજ ગાયકવાડને જોઈને ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે તે આ સિઝનમાં ટીમનો કેપ્ટન હશે, પરંતુ થોડા સમય બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ એવું પણ કહેવામાં આવ્યું હતું કે એમએસ ધોનીએ તેની કેપ્ટન્સી રુતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે. એમએસ ધોનીનાં સુકાનીપદેથી હટવાની સાથે જ આઈપીએલના એક સુવર્ણ યુગનો પણ અંત આવ્યો. એમએસ ધોની IPLનો સૌથી સફળ કેપ્ટન હતો. જ્યાં તેમની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટ પર રાજ કર્યું હતું. એમએસની કપ્તાની હેઠળ, CSKએ કુલ પાંચ IPL ટાઇટલ જીત્યા. જ્યાં તેની ટીમ ગત સિઝનમાં જ ચેમ્પિયન બની હતી.