Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યૂએઈમાં જ રમાશે ટી 20 વિશ્વ કપ, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કહ્યું

યૂએઈમાં જ રમાશે ટી 20 વિશ્વ કપ, બીસીસીઆઈ  સેક્રેટરી જય શાહે કહ્યું
, સોમવાર, 28 જૂન 2021 (15:25 IST)
કોરોનાકળને જોતા આ વર્ષે ભારતમાં થનાર ટી 20 વિશ્વ કપને યૂએઈમાં શિફ્ટ કરાયું. બીસીસીઆઈ  સેક્રેટરી જય શાહે આ વાતની જાણકારી આપી છે. શાહએ જણાવ્યુ કે બીસીસીઆઈ સોમવારે 28 જૂનને ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલને આ વાતની જાણકારી આપશે. કે ટી-20 વર્લ્ડ કપને યૂએઈમાં શિફ્ટ કરાયુ છે. બીસીસીઆઈએ આઈસીસીથી 28 જૂન સુધીનો સમય માંગ્યુ હતું. યૂએઈમાં હ આઈપીએલ 2021ના બાકીના મેચ રમાશે. 
 
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આઈપીએલ 2021 ના ​​બીજા તબક્કાના શેડ્યૂલની જાહેરાત 28 જૂને કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટૂર્નામેન્ટના શેડ્યૂલમાં ફરી એકવાર ફેરફાર થઈ શકે છે. કારણ કે આ વર્ષે 16 ટીમો વચ્ચેનો T20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઈમાં યોજાશે. માનવમાં આવી રહ્યુ છે કે મોકૂફ રાખવામાં આવેલી આઈપીએલની બાકીની મેચ યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન યોજાશે અને તે પછી વર્લ્ડ કપ યોજાશે. તે જ સમયે, આઈસીસીએ બીસીસીઆઈને ટી 20 વર્લ્ડના સંગઠન અંગે પોતાનો નિર્ણય જણાવવા માટે 28 જૂન સુધીનો સમય આપ્યો હતો. 
 
આઈપીએલ 2021 ને   4 મેના રોજ મુલતવી રાખવામાં આવી હતી. અમને જણાવી દઈએ કે આઇપીએલની 14 મી સીઝન ઘણા ટીમોમાં કોરોના કેસ સામે આવ્યા બાદ 4 મેના રોજ મુલતવી રાખવામાં આવી હતી. 2 મે સુધી કુલ 29 મેચ રમવામાં આવી હતી. આઈપીએલ 2021 ના ​​મુલતવી સુધી દિલ્હી કેપિટલ્સ આઠ મેચોમાં છ જીત સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચ જીત સાથે બીજા નંબરે છે. તે જ સમયે, વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની આરસીબી પાંચ જીત સાથે ત્રીજા સ્થાને છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તીરંદાજી વિશ્વકપમાં દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ, સુવર્ણ જીતીને બની દુનિયાની નંબર 1 તીરંદાજ