કપ્તાન રોહિત શર્માના 50 રનનો દાવ અને ઓલરાઉંડર ખેલાડી કુણાલ પંડ્યાની ત્રન વિકેટની મદદથી ભારતે અહી ઈડન પાર્ક મેદાન પર રમાયેલ બીજી ટી-20 મેચમાં ન્યૂઝીલેંડને સાત વિકેટથી હરાવ્યુ. આ જીત સાથે જ ભારતીય ટીમે ત્રણ મેચોની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. પડ્યાએ દમદાર બોલિંગ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરાયો.
ન્યૂઝીલેંડને મળેલ 159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈંડિયા માટે કપ્તાન રોહિત શર્માએ તોફાની અંદાજમાં શરૂઆત કરી. જો કે રોહિતની રમત સાથે જે વાત સૌએ નોટિસ કરી એ હતી તેમની ટીશર્ટ. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ બેટિંગ દરમિયાન જે ટી શર્ટ પહેરી હતી તેની પાછળનુ નામ ઢંકાયેલુ હતુ. રોહિતની ટી શર્ટનો નંબર 45 છે. પણ તેમણે 59 નંબરની ટીશર્ટ પહેરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ ટીમ ઈંડિયામાં ટી20 ટીમમાં યુવા ઓલરાઉંડર વિજય શંકર 59 નંબરની જર્સી પહેરે છે. રોહિતે પોતાની બેટિંગ દરમિયન વિજય શંકરની ટી શર્ટ પહેરી હતી.
જો કે અત્યાર સુધી આ વાતની સ્પષ્ટ રૂપે જાણ ન થઈ કે છેવટે રોહિત શર્માએ વિજય શંકરની ટીશર્ટ કેમ પહેરી હતી ? જો કે એવુ પણ બની શકે છે કે રોહિતે જુદા નંબરની ટી શર્ટ પહેરીને બેટિંગ કરવા માંગી હોય કે પછી આ બીસીસીઆઈ મેનેજમેંટની ભૂલ પણ હોઈ શકે છે કે રોહિતની ટી શર્ટ સમય પર ન પહોંચી હોય. ઉલ્લેખનીય છે કે ટીમ ઈંડિયામાં જુદ જુદા નંબરની ટીશર્ટ પહેરીને ઉતરવાનો રિવાજ ખૂબ જૂનો છે. ઉદાહરણ માટે સૌરવ ગાંગુલીને જ લઈ લો. દાદાએ 99, 1 અને 24 સુધીની ટી શર્ટ પહેરી છે. આઈસીસીના નિયમ મુજબ કોકી ખેલાડી 0 કે 00ની ટીશર્ટ નથી પહેરી શકાતુ. આ ઉપરાંત ખેલાડી જે ઈચ્છે તે નંબરની ટી શર્ટ પહેરી શકે છે..
જેવુ કે ટીમમાં ખેલાડી પોતાના લકના મુજબ ટીશર્ટ નંબર નક્કી કરે છે. યુવરાજ સિંહ 12 નંબરની જર્સી પહેરે છે કારણ કે તેમનો જન્મદિવસ 12 ડિસેમ્બર અને 12મહિનો પણ છે. આ ઉપરાંત એવુ પણ કહેવાય છે કે વિરાટ કોહલી 18 નંબરની જર્સી પોતાના પિતાને ટ્રિબ્યૂટ આપવા માટે પહેરે છે. કોહલીના પિતાનુ નિધન 18 ડિસેમ્બર 2006ના રોજ થયુ હતુ.
હાલ રોહિત શર્માના 59 નંબરની ટીશર્ટ પહેરવાનુ કારણ હાલ જાણી શકાયુ નથી પણ તેમનુ લક જરૂર કામ કરી ગયુ. ટૉસ જીતીને ન્યૂઝીલેંડે પહેલા બેટિંગ કરતા ભારતને જીત માટે 159 રનનુ લક્ષ્ય આપ્યુ. જેને મહેમાન ટીમે ત્રણ વિકેટ ગુમાવીને સહેલાઈથી 18.5 ઓવરમાં જ મેળવી લીધુ. લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત શાનદાર રહી અને રોહિતે શિખર ધવન(30) સાથે મળીને પહેલી વિકેટ માટે 79 રનની મહત્વની ભાગીદારી કરી. ઈશ સોઢીએ ભારતીય કપ્તાનને આઉટ કરી મેહમાન ટીમને પ્રથમ ઝટકો આપ્યો પણ ત્યા સુધી તે પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી ચુક્યા હતા અને ટી 20 માં નવો કીર્તિમાન પણ સ્થાપિત કરી ચુક્યા હતા. રોહિત આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બની ગયા છે. તેમણે આ મામલે ન્યૂઝીલેંડના માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડ્યો.
તેમણે અત્યાર સુધી 92 ટી20 મેચોની 84 મેચમાં 32.68ની સરેરાશથી 2,288 રન બનાવ્યા છે. આ મેચમાં તેમનો સ્ટ્રાઈક રેટ 138.41નો રહ્યો છે અને તેમણે ચાર સદી અને 16 હાફસેંચુરી મારી છે. રમતમાં સૌથી નાનુ સ્વરૂપમાં રોહિતનો અધિકતમ સ્કોર 118 રન છે.