Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારે રૂા.58 કરોડના મેડ ઇન ચાઇના ટેબલેટ ખરીદ્યાં

ગુજરાત સરકારે રૂા.58 કરોડના મેડ ઇન ચાઇના ટેબલેટ ખરીદ્યાં
, બુધવાર, 24 જૂન 2020 (17:40 IST)
ભારતમાં સરહદમાં ઘૂષણખોરી કરી 20 જવાનોને શહીદ કરનારાં ચીન વિરૂધૃધ દેશભરમાં રોષ ભભૂક્યો છે. એટલું જ નહીં, ચીનને સબક શિખડાવવા ચાઇના પ્રોડક્ટનો બહિષ્કાર થઇ રહ્યો છે ત્યારે ગુજરાતની ભાજપ સરકારે  રૂપિયા 58 કરોડની કિમતના મેઇડ ઇન ચાઇના ટેબલેટ ખરીદ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, સ્વદેશી ઉત્પાદન અને આત્મનિર્ભરની સુફિયાણી વાતો કરનાર ભાજપનો ચાઇના પ્રેમ ખુલ્લો પડયો છે.ચીન પ્રોડક્ટ્સની ખરીદીને પગલે કોંગ્રેસ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી કરી છે.  ગુજરાતમાં ભાજપ સરકારે કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાનના નાણાંમાંથી મેઇડ ઇન ચાઇના ટેબલેટની ખરીદી કરી છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યું કે, રાજ્યની શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પુૂરવા માટે મેઇડ ઇન ચાઇના મોડલના લિનોવા કંપનીના ટેબલેટ ખરીદવામાં આવ્યાં છે . આ એક ટેબલેટની કિમત રૂા.14,500 છે.રાજ્ય  સરકારે 40 હજાર ટેબલેટ ખરીદવામાં આવ્યાં છે. તાજેતરમાં ચાઇનીઝ ટેબલેટનુ રાજ્યભરની શાળાઓમાં વિતરણ કરાયુ છે.  રાજ્ય સરકારની આકરી ટીકા કરતાં તેમણે જણાવ્યું કે, દેશભરમાં ચીનની નફ્ફટાઇ સામે રોષ ભભૂક્યો છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકારને જાણે ચીન પ્રત્યે પ્રેમ ઉભરાયો છે. પ્રજાને રાષ્ટ્રવાદ અને ચાઇના પ્રોડક્ટસના બહિષ્કારની સુફીયાણી  વાતો કરનાર ભાજપ કેમ મોટા પાયે ચાઇના પ્રોડક્ટસની ખરીદી કરે છે તે સમજાતુ નથી. દેશવાસીઓને સ્વદેશી  અને આત્મનિર્ભરની શીખ આપનાર ભાજપની કરણી અને કથની પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઇ છે. કોંગ્રેસે એવી માંગ કરી છે કે, ચાઇના ટેબલેટની ખરીદીની જવાબદારી સ્વિકારી શિક્ષણમંત્રીએ રાજીનામુ આપવું જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરકારે જનતાની લાગણી સાથે રમત રમી, ખૂદ ભગવાન જગન્નાથ ભાજપથી છેતરાયા : કૉંગ્રેસ