Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકારે જનતાની લાગણી સાથે રમત રમી, ખૂદ ભગવાન જગન્નાથ ભાજપથી છેતરાયા : કૉંગ્રેસ

સરકારે જનતાની લાગણી સાથે રમત રમી, ખૂદ ભગવાન જગન્નાથ ભાજપથી છેતરાયા : કૉંગ્રેસ
, બુધવાર, 24 જૂન 2020 (17:38 IST)
શહેરમાં કોરોનાની મહામારીને પગલે હાઇકોર્ટતરફથી રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના પગલે અષાઢી બીજના દિવસે અમદાવાદ ખાતે 142 વર્ષની પરંપરા તૂટી હતી. બીજી તરફ અમદાવાદના જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દિલીપદાસજી એ મોટો ધડાકો કરતા કહ્યું છે કે, તેમની સામે રમત રમવામાં આવી છે. તેમને છેલ્લી ઘડી સુધી રથયાત્રા નીકળશે તે માટેનો ભરોસો આપવામાં આવ્યો હતો. આ મામલે હવે કૉંગ્રેસના આગેવાનોએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા સરકારે જનતાને છેતરી હોવાની લાગણી વ્યક્ત કરી છે.આ મામલે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે કે, "રથયાત્રાની તારીખ નક્કી હતી તો શું કામ સરકારે આગોતરો સર્વે કરી, અહેવાલ અને આયોજનની માહિતી સાથે કોર્ટમાં મંજૂરી માટે રજૂઆત ન કરી?  મહંતની જેમ સરકારે ગુજરાતની જનતાની લાગણીઓ સાથે પણ રમત રમી છે." આ મામલે પ્રતિક્રિયા આપતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ખૂદ ભગવાન ભાજપથી છેતરાયા છે. "143 વર્ષની ઐતિહાસિક પરંપરા તૂટ્યાનું સૌને અત્યંત દુઃખ છે પરંતુ, છેલ્લા 25 વર્ષથી ખાલી ભાષણો થકી જ ભોળી પ્રજાને છેતરનારી ભાજપા સરકારે હવે અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા અંગે ખુદ "'ભગવાન જગન્નાથ"'ને છેતરવાનું કામ શા માટે અને કોના ઇશારે કર્યું હશે?"

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના સંક્રમિત મહિલાના કોરોન્ટાઇન થયેલા પતિએ પડોશી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ