ભાજપના પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે લોકડાઉનનાં નિર્ણયને લંબાવ્યો છે. તેને હું આવકારું છું. World Best PM ભારત પાસે છે. તેની પ્રતિતી, અનુભૂતિ, ફલશ્રુતિ દેશની જનતા અને વિશ્વને થઈ ચૂકી છે. વિશ્વમાં કોરોના-મૃત્યુઓનાં આંકડાઓની ભારત સાથે કંમ્પેરીઝન કરીએ તો નરેન્દ્ર મોદીએ અગાઉ લીધેલ લોકડાઉનનો નિર્ણય એ જનહિત અને દેશહિત માટે શ્રેષ્ઠ પુરવાર થઈ ચૂકયો છે.
આ વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાની ચિંતા કરીને, સામૂહિક ચિંતન દ્વારા, ચરૈવેતિ-ચરૈવેતિ એટલે કે એકશન લીધાં છે. સૂચવેલાં ૭ પગલાંનું આપણે સહુ પાલન કરીને પોતાને, કુટુંબ, સોસાયટી, ગામ, સમાજ અને રાજયને સુરક્ષિત કરીએ.
નરેન્દ્ર મોદી જે કોઈ નિર્ણય લેતા હોય છે તે લોકહિત, લોકમન, લોકલાગણીને ધ્યાનમાં રાખીને લેતાં હોય છે. તેમણે તમામ રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરીને અભિપ્રાયો મેળવ્યાં છે. વિપક્ષનાં નેતાઓ સાથે પણ વાત કરી છે. ડોકટર્સ મિત્રોને પણ પૂછયું છે અને લોકોનાં અભિપ્રાયો પણ જાણ્યાં છે.
જે રીતે વિશ્વમાં મૃત્યુનાં આંકડાઓ વધતાં જાય છે તે જોતાં લોકડાઉન લંબાવવું એ ખૂબ જરુરી અને અનિવાર્ય હતું. એટલે જ તેમણે દેશની જનતા માટે “જાન હૈ તો જહાન હૈ“ સૂત્રને ધ્યાનમાં રાખીને આ યોગ્ય પગલું લીધું છે.
પ્રધાનમંએ આપેલાં નીચે મુજબનાં ૭ પગલાંનું પાલન કરીએ અને કરાવીએ. (૧) પોતાના ઘરમાં વડીલોનું વિશેષ ધ્યાન રાખીએ. (૨) લોકડાઉન - સોશિયલ ડિસ્ટન્સિંગનુ સંપૂર્ણ પાલન કરીને, ઘરમાં બનેલા ફેસ કવર કે માસ્કનો ચોક્કસ ઉપયોગ કરીએ. (૩) રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરીએ. (૪) કોરોના ઈન્ફેકશન રોકવા માટે આરોગ્ય સેતું મોબાઈલ એપ ડાઉનલોડ કરીએ, બીજાને પણ પ્રેરિત કરીએે. (૫) શક્ય હોય એટલું ગરીબ પરિવારની મદદ કરવી. (૬) વ્યવસાય - ઉદ્યોગમાં સાથે કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી, કોઈને નોકરીમાંથી દૂર ન કરવા કરવા જોઈએ. (૭) ડોકટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસકર્મીઓ જેવા પ્રથમ હરોળ ના કોરોના વોરિયર્સનું સન્માન કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં રાજય સરકાર શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે.
સેવાકાર્યમાં જોડાયેલ તમામ ડોકટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ તંત્ર,મહેસૂલ વિભાગ સહીત તમામ સરકારી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ-વ્યક્તિઓની સાથે સંઘ પરીવારની સંસ્થાઓ,સ્વયં સેવકો,પૂ.સંતો અને ધાર્મિક સંસ્થાઓને તેમની સેવા બદલ વંદન કરું છું અને હ્રદયપૂર્વક અભિનંદન આપું છું.